SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમોવાળું આદર્શ છે. તે જીવ આદરણીય, આવકારનીય અનુમોદનીય, અભિનંદનીય અને પ્રશંસાને પાત્ર સમજવું. જ્યારે જેના જીવનમાં કોઈ બંધન, નિયંત્રણ, કંટ્રોલ, કાબુ કે બ્રેક નથી એના જીવનની નાવ સંસાર સમુદ્રમાં ક્યારે ડૂબી જશે તે કહેવું, સમજવું, વિચારવું અશક્ય છે. હવે આપણે સંયમી-અસંયમીની વિચારધારાને આગળ વધારીએ. આધુનિક કાળમાં સંયમનો વ્યવહારૂ અર્થ સમયને ઓળખવો જરૂરી લાગશે. પણ આજથી ૮૦/૯૦/૧૦૦ વર્ષ પૂર્વે જન્મેલા વડીલોની પ્રવૃત્તિ, સ્કૂર્તિ આજના યુવાનોને શરમાવે એવી હશે અને કારણ પૂછવામાં આવે તો જણાશે કે તેઓનું જીવન નિયમિત સંયમી અને આધિ, વ્યાધિ, ઉપાધિ* રહિતનું હતું. સંયમનો બીજો અર્થ થાય છે ચારિત્ર. જેનું ચારિત્ર સારું એનું ચરિત્ર પણ સારૂં, આદર્શ સમજવું. આ ચરિત્ર ક્યારે ઉત્તમ થાય જ્યારે માનવી સમયને ઓળખે અને તે પ્રમાણે પ્રક્રિયા કરે. આજે અત્યારે મારું શું કર્તવ્ય છે? એ વિચારે, તે પ્રમાણે આચરે તો ભવિષ્યમાં ક્યારેય પસ્તાવું પડતું નથી. શાસ્ત્રમાં એક સુવાક્ય છે – “કાલે કાલે સમાચારે.” મનુષ્ય જીવન પ્રાપ્ત કરવું, મેળવવું સહેલું નથી. અનંતા જન્મ મરણ કર્યા પછી પુણ્યના યોગો શુભ હોય તો જ આ પંચેન્દ્રિય માનવભવ મળે છે. શાસ્ત્રોમાં ૧૦ દષ્ટાંતે માનવભવ મળવો મુશ્કેલ છે, એમ કહ્યું છે. આ દશેય દૃષ્ટાંતો મનુષ્યભવનું મૂલ્યાંકન કરવા પૂરક છે. દષ્ટાંતો આ પ્રમાણે છે. (૧) ચોલકઃ બ્રહ્મદત્ત ચક્રવર્તી જે ભોજન કરે તેવું બ્રાહ્મણને જમણ દુર્લભ છે. છતાં ય એ ચક્રીની કૃપાથી કદાચ સુલભ બની જાય પણ મનુષ્યભવ તો ફરીથી મળવો દુર્લભ છે. પાશકઃ પાશક એટલે જુગાર રમવાના પાસા. ચાણક્ય પાસે દેવી પાસા હતા. જેનાથી ચંદ્રગુપ્તને પાટલીપુત્રનો રાજા બનાવે છે. દેવી પાસાથી બધાને હરાવી સોનામહોરથી તિજોરી ભરે છે. એમ મનુષ્ય ભવરૂપી પાસા મળ્યા છે તો તેને વેડફી ન દેતાં મોક્ષ/મુક્તિ માર્ગની પ્રાપ્તિ માટે ઉપયોગ કરવો. મોક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો. મનુષ્ય જન્મને અનેક ધર્મ પ્રવૃત્તિ કરી સફળ કરવો. (૩) ધાન્યઃ ભરતક્ષેત્રમાં ધાન્યનો પાક વિપુલ સંખ્યામાં થાય છે. એ ધાન્યનો * આધિ-માનસિક ચિંતા. વ્યાધિ-કાયિક ચિંતા, ઉપાધિ-ઉભી કરેલી ચિંતા.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy