SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઢગલો કરી એમાં સરસવના ૧-૨ કીલો દાણા ભેગાં કરીને, ૧૦૦ વર્ષના માજીને સરસવના દાણા જુદાં કરવાનું કહેવામાં આવે તો માજી માટે એ કાર્ય અતિશય મુશ્કેલ છે, અશક્ય છે. એમ માનવભવ વેડફી નાખ્યો તો ફરીથી ભવભ્રમણ કરતાં મળવો દુર્લભ છે. (૪) ઘુતઃ ઘુત એટલે જુગાર. રાજા અને રાજપુત્ર બન્ને રાજ્ય માટે જુગાર રમે છે. નિયમ-મહેલના ૧૦૮ થાંભલા, દરેક થાંભલાને ૧૦૮ ખૂણા, અખંડ રીતે ઘુત ૧૦૮ વખત જીતે તો એક થાંભલો મળે અને જીતવા જીતાવવામાં જો હારે તો રમત ફરીથી શરૂ કરવાની. આવી આકરી (૧૦૮૪૧૦૮) દ્યુત ક્રિડા કદાચ જીતી પણ લે. પરંતુ યાદ રાખો, મનુષ્ય ભવ મર્યાદિત આયુષ્યના કારણે એનાથી પણ દુર્લભ છે. બાજી ચૂકી ગયા પછી બધું નિરર્થક છે. (૫) રત્નઃ વેચેલા રત્નો પાછા મેળવવા દુર્લભ છે છતાંય દેવયોગે વિપુલ ધન મેળવી એ પ્રાપ્ત કરી પણ શકાય. પરંતુ મનુષ્યભવ અને દર્શન-જ્ઞાનચારિત્રરૂપી ત્રણ રત્ન ફરીથી મળવા દુર્લભ છે. સ્વખઃ દેવકૃત-મૂળદેવ. અર્ધ જાગ્રત અવસ્થામાં અથવા બીજી રીતે આવેલ સ્વપ્ન ફરી પ્રયત્ન કરો તો પણ કદી આવતું નથી. એમ માનવજન્મ ગુમાવ્યા પછી ફરી પાછો મળતો નથી. (૭) ચક્રઃ રાધાવેદ-એકાગ્રતા જેમાં છે એવું લક્ષ્ય, જે આત્મા રાધાવેદની જેમ ધર્મ ધ્યાનાદિમાં એકાગ્ર બને એ જ મોક્ષલક્ષને પામે છે પરંતુ એકવાર સમય ચૂક્યા, લક્ષ ગુમાવ્યું તો ફરીવાર એવી તક મળતી નથી, કદાચ મળી પણ જાય, રાધાવેદ સિદ્ધ પણ થાય પરંતુ મનુષ્યદેહ ફરી ફરી મળતો નથી. ચર્મ, કાચબો ઃ ૧૦૦૦ યોજનનું સરોવર શેવાળથી આચ્છાદિત હતું. એક કાચબો શેવાળ નીચે રહે છે. શેવાળને લીધે બહારની દુનિયાના દર્શન અને થયા નથી કદાચ દેવયોગે શેવાળ ખસી જાય અને કાચબાને બહારની દુનિયાના દર્શન થઈ જાય પણ મનુષ્યભવ એવો દોહ્યલો છે કે તે ફરીથી મળતો નથી. (૯) યુગઃ જંબુદ્વીપ પછી અસંખ્ય દ્વીપ-સમુદ્રની હારમાળ પછી છેલ્લે સ્વયં ભૂરમણ સમુદ્ર જે ૧૦૦૦ યોજન ઉડો છે અને અસંખ્યાત યોજન લાંબો પહોળો છે. પશ્ચિમનો પાછળનો ભાગ અને પૂર્વનો આગળનો ભાગ ભેગા
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy