________________
૫
કરવા ઈચ્છો તો તે ક્યારેય ભેગા થઈ ન શકે એમ મનુષ્યભવ પણ ક્યારેય
મળતો નથી એ દુર્લભ છે. (૧૦) પરમાણુઃ માણેકરનના સ્થંભને દેવ પોતાની શક્તિથી ચૂરે ચૂરા કરી
નાંખે અને તેના પરમાણુને ઉડાડી મૂકે પછી વિચારે કે બધા પરમાણુ ભેગાં કરી નવો સ્થંભ બનાવું એ કાર્ય જેમ અશક્ય, અસંભવ છે છતાંય દેવીશક્તિથી એમ કદાચ બની શકે પણ પ્રમાદવશ ગુમાવેલો માનવભવ ફરીથી મળતો નથી એ નિશ્ચિત છે.
આમ મનુષ્યભવને ઉપરના દશ દૃષ્ટાંતે દુર્લભ કહ્યો છે. તેથી માનવ ! તું પ્રમાદવશ મોહમાં ફસાઈ એને ગુમાવતો નથી. તે માટે મોહરાજા સામે લડવા કાયારૂપી પાયદળ, વચનરૂપી (તોપો) નૌકાદળ અને મનરૂપી હૃદયદળનો મુકાબલો કરવા કાયગુપ્તિ, વચનગુપ્તિ અને મનગુપ્તિ દ્વારા તૈયાર થા. તેના ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યભવની સાર્થકતા.
જ્ઞાનીઓ જીવનની ઉત્તર અવસ્થામાં અનુભવનું ઓસડ લખી, બતાવી, કહી જાય છે, એક સ્થળે જ પ્રકારના જીવોનો ખાસ પરિચય આપવામાં આવ્યો છે.
(૧) અધમાધમ : આલોક-પરલોકમાં હંમેશા દુઃખદાયી કાર્યો કરે. (૨) અધમ : વર્તમાન ભવમાં સુખનો અર્થી. (ભૂખ્યો) (૩) વિમધ્યમ : આલોક-પરલોકમાં માત્ર સુખ માટે પુરુષાર્થ કરે. (૪) મધ્યમઃ પરલોકમાં હિત કરવાની ચિંતા કરે. (૫) ઉત્તમઃ સુખ-દુઃખ આપનાર કર્મ છે એમ માની ધર્મ પ્રાપ્તિ માટે
યત્ન કરે. (૬) ઉત્તમોત્તમઃ તીર્થંકર ભગવાનનો આદર્શ નજર સમક્ષ રાખી પોતે
તરે ને બીજાને તારે. ઉપરના છ પ્રકારોની વિચારસરણી ઉપરથી એ જ સાર નીકળે કે, માનવીના જેવા વિચાર તેવા આચાર અને જેવો આહાર તેવો ઓડકાર આવે. એટલે “વાવે તેવું લણે, કરે તેવું પામે એ નિશ્ચિત સમજવું.
ઠાણાંગ સૂત્રમાં જીવનના અનેક રીતે ૪-૪ પ્રકારો વર્ણવ્યા છે. કહેવાનું તાત્પર્ય એજ કે જેને જન્મ-મરણ ઘટાડવા હોય તેમણે એની દવા સત્વગુરુ પાસેથી વિવેકબુદ્ધિથી લઈને સેવન કરવી જોઈએ. ઠાણાંગ સૂત્ર પ્રમાણે મનુષ્યના સ્વભાવના ચાર વિભાગ થઈ શકે છે.