________________
..
(૧) અરિસા સમાન
પ્રભુના વચન સાંભળી ફરી કહી બતાડે.
ધ્વની સમાન - પ્રભુના વચન સાંભળી ચળ-વિચળ થાય.
સ્થંભ સમાન – પોતાની વાત ખોટી થયા છતાં છોડે નહિં. કાંટા સમાન શિખામણ આપનારને પણ કટુ વચને દુઃખી કરે. (૨) ગુલાબ - દેખાવસારો, સુગંધ સારી, શુભધ્યાન - ઉદા. ભરત. આંકડા - રૂપ નથી, સુગંધ નથી, ખરાબ ધ્યાન - ઉદા. કાળસોરિક બોરસરી – રૂપ નથી, સુગંધ છે. ધર્મધ્યાન - ઉદા. હરિકેશી
કોર - રૂપ છે. સુગંધ નથી બગ ધ્યાન - ઉદા. બ્રહ્મદત્ત.
-
–
જીવન સફળ ત્યારે જ થાય જ્યારે જન્મ મરણ ઘટે અને જીવન નિષ્ફળ ત્યારે જ થાય જ્યારે જન્મ-મરણ વધે. આ વાત સમજવા વ્યવહારિક પાંચ દ્રવ્યના પરિણામ થોડા જાણવા-સમજવા જેવા છે.
૧. પૃથ્વી : પૃથ્વીમાં સમયસર પોષક તત્ત્વ મળે તો વનસ્પતિ થાય.
૨. પાણી : જીવની જઠરાગ્નિને ઠારે (પીવાથી સંતોષ થાય.) અગ્નિને પણ બુઝાવી દે. શરીરને પણ પવિત્ર કરે. ૩. અગ્નિ ઃ અગ્નિ નકામા દ્રવ્ય (વનસ્પતિઆદિ)ને બાળી ભસ્મ કરે. ૪. વાયુ : શરીરમાં વાયુ થાય તો તે નુકસાનને આમંત્રે જ્યારે જંગલમાં અગ્નિ પ્રગટે ત્યારે તેને પવન(વાયુ) વધારે ફેલાવે.
૫. આકાશઃ વ્યાપક જગ્યા - દરેક દ્રવ્યને પોતાનામાં સ્થાન આપે. બધે સાનુકૂળતા ઉભી કરે તે આકાશ (અવકાશ).
આટલા લંબાણથી લખવાનું કારણ એટલું જ કે, મનુષ્ય-ભવ પ્રાપ્ત કર્યા પછી શરીરમાં પણ જે પાંચ ભૂતનો નિવાસ છે તેને સમતોલ રાખવા જોઈએ. નામકર્મના કારણે શરીર સાનુકુળ મળ્યું હોય તો એના દ્વારા સાનુકૂળ સાધનાઆરાધના કરી જીવન સફળ કરી લેવું જોઈએ. પાંચ ઈન્દ્રિયોની સફળતા ધર્મધ્યાનમાં સમાઈ છે. જે નિચેની સ્તુતિ દ્વારા સમજાઈ જશે.
જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દ્રષ્ટિને પણ ધન્ય છે, જે જીભ પ્રભુને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; પીએ મુધા વાણી સુધા, તે કર્ણ યુગને ધન્ય છે, તુજ નામ મંત્ર હૃદય ધરે, તે હૃદયને પણ ધન્ય છે.