SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ * * સ્પર્શથી કરેલા પાપ પ્રભુની પુષ્ય પૂજાથી બળે છે. * રસનેન્દ્રિયથી કરેલા પાપ વીતરાગની સ્તવનાથી ટળે છે. * ધ્રાણેન્દ્રિયથી કરેલા પાપ સચિત્ત-અચિત્ત ગંધમાં સમભાવ રાખવાથી ખપે છે. * ચક્ષુરેન્દ્રિયથી કરેલા પાપ પ્રભુ દર્શનથી ઘટે છે. * શ્રોત્રેન્દ્રિયથી કરેલા પાપ વીતરાગની વાણી શ્રવણથી ખપે. * અવિરતિથી કરેલા પાપ વિરતિની આરાધના મટાડે. સંયમી જીવન જો ચારિત્રધર મુનિઓનું વિચારશું તો પાંચ મહાવ્રત મુનિને પંચમગતિ જરૂર અપાવે. તેઓ ક્ષણે ક્ષણે આત્મહિત થાય તેવી પ્રવૃત્તિ મન, વચન અને કાયાના ત્રિવેણી સંગમથી કરે. દેશવિરતિધર, ૧૨ વ્રતધારી શ્રાવકનો વિચાર કરીશું તો તે એક ડગલું પાછળ છતાં આત્મહિતની પ્રવૃત્તિ કરે છે. બારવ્રત (અણુવ્રત-૫, ગુણવ્રત-૩ અને શિક્ષાવ્રત-૪)ના ત્રણ વિભાગમાં ગોઠવાયેલ છે. દર્શનશુદ્ધિ, જ્ઞાનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિ કરવા બારવ્રત દ્વારા પુરુષાર્થ કરવાનો છે. વ્રતનું પાલન એટલે આજીવન અથવા નિયમવાળું સંયમી જીવન. સંયમી જીવન એટલે આદર્શ જીવન, તંદુરસ્ત જીવન, ઉત્સાહી જીવન. એના સહારે આત્મા પરમાત્મદશા પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. કરેમિ ભંતે દ્વારા લીધેલ પ્રતિજ્ઞાને સામાયિક વ્રતને પાળતી વખતે બે વાત નજર સામે આવી જાય છે. (૧) સામાયિક દ્વારા સાધુજીવનનો અનુભવ થાય છે. (૨) કલ્યાણકારી સામાયિક વ્રતને ઘણીવાર કરી સમતાના અભ્યાસી થઈ જીવનને ધન્ય બનાવવું જોઈએ. સમતા ઘણાં પાપોથી બચાવે છે. જીવ શબ્દની આગળ “ન' અક્ષર લગાડવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડે. એ “ન' અક્ષર અલંકાર સમાન છે, જેના જીવનમાં “ન” અક્ષરની પ્રાપ્તિ થઈ નથી એનું જીવન અરણ્યરુદન જેવું છે. માયા-નિયાણ અને મિથ્યાત્વ શલ્યવાળું જીવન વ્યર્થ છે. શાસ્ત્રમાં ૪ દુર્લભ મંગલકારી વસ્તુઓમાં મનુષ્યને સ્થાન અપાયું છે. એક ક્ષણ મનુષ્ય જીવન પ્રાપ્ત કરવા આ જીવે કેવો અને કેટલો ભગીરથ પ્રયત્ન કર્યો છે. પ્રાપ્ત કર્યા પછી એ જીવનની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા કેટલા કાર્ય કર્યા? એનું મનન-ચિંતન કરવું જોઈએ જેનાથી જીવવાની કડી, પગદંડી સુધરી જાય. સમજુ માણસો ૫૧ થી ૫૮ની ઉમર એટલે ૮ વર્ષના ગાળાને વનવાસ' કહે છે. આ વનવાસ દરમિયાન જો વ્યક્તિ પોતાનું ઉત્તરદાયીત્વ
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy