________________
૩૪
(૧) સદેયાઃ કેટલાક જીવો ૧૨ માસ-૩૬૦ દિવસ ધર્મ કરે છે. (૨) કયાઃ કેટલાક જીવો પર્વ દિવસોમાં હાજરી આપે છે.
(૩) ભદયા કેટલાક જીવો માત્ર ભાસુ.૪નું સંવત્સરી પ્રતિક્રમણ, પૂજા, વ્યાખ્યાનમાં ઈંદના ચાંદની જેમ હાજરી આપી, લોકલાજે પોતાનું કર્તવ્ય કરે છે.
પ્રમાદનું બીજુ નામ આળસુ, પ્રમાદી, બીમાર હોય તો પણ ઔષધોપચારીનું નામ લેવું નહિ, હોમિયોપેથિક, એલોપેથિક, નેચરોપેથિકની સારવાર લેવી નહિ. પૈસા બચાવવા એ એકજ લક્ષ, મારૂં જે થવાનું હશે તે થશે એવો ઉપેક્ષાભાવ. તો ધર્મમાં એવા જીવ ઉપેક્ષા કરે તેમાં નવાઈ શી?
*કર્મબંધના પાંચ પ્રકારોમાં જ્ઞાનીઓએ ત્રીજા નંબરનું સ્થાન પ્રમાદને આપ્યું છે. એનાથી પોતાની ધર્મમૂડી વપરાતી જાય. તેથી વ્રત નિયમોનો ભંગ કર્યા કરે પણ ધર્મ કરવામાં ઉત્સાહ ન દાખવે. હકીકતમાં પ્રમાદની સામે અપ્રમત્ત અવસ્થા જાળવવા-વિકસાવવા ઉપકારી પુરુષો આગ્રહ કરે છે. સંસારની અભિવૃદ્ધિમાં કેટલાક પ્રમાદનો ત્યાગ કરે છે. પણ ત્યાં જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ જ નુકસાનકારક છે.
અપ્રમત્ત અવસ્થા એટલે ધર્મક્ષેત્રમાં ખોવાઈ જવું જીવનનો અમૂલ્ય સમય પળો ધર્મમાં વાપરવી, પ્રમાદના ૧૩ પ્રકારો જ્ઞાની પુરુષોએ વર્ણવ્યા છે. જે ક્રિયાવ્યાપારથી પરિણામ શૂન્ય આવે અથવા કર્મનો બંધ થાય. આ તેરને “કાઠીયા' એવા ઉપનામથી પણ ઘણાં જાણે છે.
(૧) આળસ : સંસારના કાર્યમાં અપ્રમત્ત, ધર્મકાર્યમાં પ્રમત્ત-પ્રમાદ. (૨) મોહ: સંસારના આકર્ષણથી ધર્મમાં ઉપેક્ષા કરનાર. (૩) અવજ્ઞા : અવર્ણવાદી, નિંદક, જિનાજ્ઞાની ઉપેક્ષા કરનાર. (૪) અહંકાર : ગુણીજનોના આદર, બહુમાન ન કરનાર. (૫) ક્રોધ : “કડવા ફળ છે ક્રોધના' જાણે છતાં ત્યજે નહિ. (૬) લોભ ઃ દાનાદિ ધર્મ ન આચરનાર, પરિગ્રહ વધારનાર, (૭) કૃપણતા સાંસારિક કાર્યમાં ઉદાર, ધર્મકાર્યમાં કૃપણતા દાખવનાર. (૮) ભય : લજ્જા, શત્રુ, ભય અને નિંદાના કારણે ઘરમાં જ રહે.
(૯) શોક કર્મનું ફળ ઉદયમાં આવે ત્યારે ચિંતા કરે. * મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ.