SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે અન્યથા એકડા વિનાના મીંડા સમાન સમજવું. તપ કરનાર રાગ-દ્વેષથી અથવા માયા-કપટથી નિયાણારૂપે જો કરતો હોય તો કર્મ ખપાવવાની ભાવના તેમાં ન હોવાથી નવા કર્મ બાંધવાનું તે કાર્ય સમજવું પડે. ધારેલી ઈચ્છા તેઓની સફળ ન થાય. એને અજ્ઞાન તપ કહીશું તો ખોટું નથી. તપનો સ્વીકાર કરતાં પચ્ચખાણ ભાષ્યમાં દર્શાવેલ આગાર-અપવાદોનો વિચાર કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તો જ પરિણામોની શુદ્ધિ થાય. ઉદાહરણોઃ જ ચંપા શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કરી ગુરુની કૃપાનો અનુભવ રાજા-પ્રજા-સંઘને કરાવ્યો. જ ખંધકમુનિએ કાયાની માયા ત્યજીને તપ કર્યા. તેથી કવિને પણ કહેવું પડ્યું, “ચાલતાં ખડ ખડે હાડરે, તો પણ તપ કરે આકરાં જાણી અથિર સંસાર રે.” જ ચંદનબાળા માત્ર ત્રણ દિવસના તપમાં મહાન બની ગયા અને વીરપ્રભુના પ્રથમ સાધ્વી બનવાનો લહાવો મળ્યો. જ શ્રી કુરગડુમુનિ તપસ્વી નહિ પણ તપ થતું નથી તેનો પશ્ચાતાપ કરી તપસ્વીઓની ભક્તિ સાથે ભૂરી ભૂરી અનુમોદના કરી આહાર કરતાં કેવળજ્ઞાની થયા. તામલી તાપસે જીવનમાં કઠીન તપસ્યા કરી. (શાસ્ત્રમાં કહ્યું છે કે, જો નિયાણું કર્યું ન હોત તો ૮ આત્મા મોક્ષે જાત) પણ સફળ ન થયા. લક્ષ્મણા સાધ્વીજીએ પ્રાયચ્છિા પૂર્ણ કર્યું પણ માયાના કારણે નિષ્ફળ કહેવાયું. સ્વ-લબ્ધિથી જ આહાર લેવો આવા કઠિન નિયમથી ઢંઢણમુનિ અણગારે પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા લઈ આત્માનું કલ્યાણ કર્યું. ભગવાન મહાવીરના શાસનમાં ધન્ના અણગારનું નામ ઉત્કૃષ્ટ તપસ્વી તરીકે પ્રસિદ્ધિ પામ્યું. મન વચન કાયાની શુદ્ધિથી તપ કરનારને પ્રાપ્ત થતું પુણ્ય : જ નવકારશી થી ૧૦૦ વર્ષ નરકના દુઃખ નિવારણ થાય. ક્રમશઃ દરેક પચ્ચખ્ખાણે ૧-૧ મિંડુ ઉમેરતા ઉપવાસના પચ્ચખ્ખાણથી ૧ અબજ વર્ષના નરકના દુઃખોનું નિવારણ થાય. ૮ શ્વાસોશ્વાસ પ્રમાણ એક નવકારનું એકાગ્રતાથી ધ્યાન કરવામાં આવે તો ૧૯,૬૩, ૨૬૭ પલ્યોપમનું દેવગતિનું આયુષ્ય બંધાય.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy