________________
આત્મકલ્યાણ માટે , જીવનશુદ્ધિ માટે ઉપયોગી ન થયો. પુણ્યનો બંધ કરવા કામ ન આવ્યો. પુણ્યનો બંધ સમજણપૂર્વકના ત્યાગમાં છે.
એક કાળચક્રના સમયમાં ૧૮ કોડા કોડી સાગરોપમ સમય સુધી યુગલિક જીવોએ અલ્પાતીઅલ્પ આહાર કર્યો પણ તે વ્રત-ત્યાગ પચ્ચકખાણ રહિતનો હોવાથી જીવને કાંઈ કામ ન આવ્યો, તેની આચારમાં કાંઈ અસર ન થઈ.
જે તપ-ત્યાગ વૈરાગ્યની ભાવનાથી કરવામાં આવે તેના પરિણામ દ્વારા શુભ કર્મ બંધ થાય તેજ તપ ઉત્તમ છે. અપેક્ષાએ રાઈ પ્રતિક્રમણમાં તપ ચિંતવણીનો કાઉસગ્ગ કરવામાં આવે છે તેમાં સ્વશક્તિ-ભાવના પરિણામની માત્રા જાળવવા, વધારવા સુધારવાની મૂક પ્રેરણા મળે છે.
પ્રાચીન કાળમાં તપ કરપાત્રી, એકદdી. એક કવલાદિના થતા હતાં. કોઈ અભિગ્રહ સાથે સંકળાયેલ હતા પણ દરેક વખતે મનને વશ કરી પ્રસન્નતાથી ભાવની વૃદ્ધિ સાથે જ કરવામાં આવતાં તેથી જ એ કર્મક્ષય ને મોક્ષ પ્રાપ્તિ માટે ઉપયોગી થતો.
પ્રાચીન કાળમાં અણસનની જે આરાધના મહાપુરુષો કરતા હતા. તેમાં પણ ચારે આહારના ત્યાગની ઉત્કૃષ્ટ વિચારણા હતી. આહાર ત્યાગ જ અણાહારી પદ આપવા સમર્થ છે. તીર્થકર ભગવાનની સાથે અથવા મહાપુરુષોની આજ્ઞાથી જે કોઈ જીવો અણસન કરતાં તેમાં તેની યોગ્યતા અને લાયકાત ચકાસી અનુજ્ઞા આપવામાં આવતી હતી અને તેથી એ જીવ મોક્ષ-મુક્તિને પામતા. ધન્નાજી અને શાલિભદ્રજીએ સાથે અણસન લીધું. ધન્નાજી મોક્ષે ગયા જ્યારે શાલિભદ્રજી મોહના કારણે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા.
ચિંતકોએ લક્ષ્મીનો સદુપયોગ કરાગ્રે (હાથ દ્વારા) થાય છે, સરસ્વતીનું સિંહાસન નિવાસ જીવ્હાગ્રે (જીભ દ્વારા મોટા ભાગે) થતું દેખાય-અનુભવાય છે. તે જ રીતે તપના પ્રયોગ શરીર ઉપરની મમતા ઘટાડવા-ત્યજવામાં બતાવી છે. વીતરાગ પ્રભુનો વાસ મંદિરમાં નહીં પણ હૃદયપટમાં હોવો જોઈએ. પૂ. વીર વિજયજી મહારાજે તેથી જ પૂજામાં ગાયું છે કે, “મન મંદિર આવો રે....”
તપ એ ઉર્ધ્વગતિએ પહોંચવાનો ટૂંકો રાજમાર્ગ છે. ભગવાન ઋષભદેવથી માંડી છેલ્લા ભગવાન મહાવીરસ્વામીએ આ માર્ગ અપનાવી નિકાચિત કર્મ ખપાવી કેવળજ્ઞાનની લબ્ધિને પ્રાપ્ત કરી હતી.
તપ, વિરતિના પરિણામે આત્મ સાક્ષીએ જો કરવામાં આવે તો જ લેખે