SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ વર્ષો સુધી કામ ક૨ના૨ને ‘તપ ફળ્યું’ એવા શબ્દ વાપરી કાર્ય પદ્ધતિને અભિનંદન અપાય છે. પણ એ પુરુષાર્થ આત્માભિમુખ નથી. અહીં તો તપ દ્વારા આત્મશુદ્ધિ, આધ્યાત્મિક પ્રગતિનું મુખ્ય લક્ષ હોવું જોઈએ. દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનામાં તપનો વિચાર-અધિકાર દેખાય છે. અઠ્ઠમ તપનું આરાધના શુદ્ધ ભાવે કરવામાં આવે તો એ સંકલ્પ કરેલી સિદ્ધિને આપે છે. ચક્રવર્તી છ ખંડ જીતવા નીકળે ત્યારે ૧૩ અક્રમ કરે છે. પર્યુષણા પર્વમાં વાર્ષિક પ્રાયચ્છિત રૂપે અક્રમ કરાય છે. નાગકેતુએ અઠ્ઠમની આરાધના દ્વારા સંઘરાજાની સુરક્ષા કરી. શ્રીકૃષ્ણે અટ્ઠમની આરાધના દ્વારા શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિમાજીને પ્રાપ્ત કરી. ચંદનબાળાએ અઠ્ઠમ કરી પ્રભુવીરના પારણાનો લાહો લીધો. વિતરાગ ૫રમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરતાં નૈવેદ્ય પૂજામાં એજ ભાવના ભાવવામાં આવે છે કે, વિગ્રહ ગતિમાં આ જીવે ઘણો કાળ અણાહારી પદનો અનુભવ કર્યો પણ તે ક્ષણમાત્રનો અલ્પકાલીન હોવાથી ટકતો નથી માટે જ શાશ્વત કાયમનું અણાહારી પદ પ્રાપ્ત કરવા માટે નૈવેદ્ય પૂજા કરી ઉત્તમ દ્રવ્યનો ત્યાગ કરાય છે. ચૌદ નિયમમાં દ્રવ્ય (વસ્તુ) તંબોલ અને વિગઈના ત્યાગ માટે ઉપકારી ભગવંતે પ્રેરણા આપી છે. જેટલા દ્રવ્ય ઓછા વાપરશો અને જેટલી વિગઈનો ત્યાગ કરશો તેટલો શાતાનો અનુભવ ક૨શો. જીવના જીભના સ્વભાવમાં સુધારો થશે તો જ એ વાસ્તવિક તપનો અનુભવ કરી શકશે અને વિચારેલા સંકલ્પમાં સફળ થશે. સામાન્ય રીતે સ્ત્રીને ૨૮ અને પુરુષોને ૩૨ કવલનો આહાર (ભોજન) કરવાનું કહ્યું છે. તેમાં પણ ૨/૪ કવલ ઓછા ખાઈને મનને સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનું છે. આ રીતે ઉણોદરી તપનો પણ લાભ મળે. તપાવલીમાં કોળિયા વ્રતનું એક આરાધન દર્શાવ્યું છે. તે જ રીતે કર્મસુદન તપમાં ૮ કર્મની આરાધના વિવિધ જાતના તપ કરી જીભ ઉપર કાબુ લાવવાનું અપ્રગટ સૂચન આપ્યું છે. ગમે તે કહો તપ સમતાપૂર્વક ઈચ્છાનો નિરોધ કરી ત્યાગની વૃદ્ધિ સાથે ક૨વો જોઈએ. તપ કરીએ સમતા રાખી ઘટમાં. આ જીવે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય ગતિમાં વિવિધ રીતે રસવિહિન આહાર અનિચ્છાએ કર્યો પણ તે ત્યાગના ભાવથી કર્યો ન હોવાથી
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy