________________
અત્યંતર તપ : આ તપ મનની દઢતાથી પાપભીરુ થઈ નમ્રભાવે કરાય છે. આરાધક પોતાના શુભ પરિણામો અને કલ્યાણની બુદ્ધિથી બાહ્ય દેખાવ કે આડંબર કર્યા વગર આ તપ કરે છે, કરવો જોઈએ. બાહ્ય-અત્યંતર તપનો પરિચય : બાહાત૫ : (૧) અણસન તપ-બાહુબલીજી ચારે આહારનો ત્યાગ કરવો. (૨) ઉણોદરી-કુરગડુ મુનિ ઓછો નિરસ આહાર કરવો. (૩) વૃત્તિસંક્ષેપ-ઢંઢણ મુનિ વૃત્તિનો સંક્ષેપ કરવો. (૪) રસ પરિત્યાગ-ધન્ના અણગાર રસ-વિગઈનો ત્યાગ કરવો. (૫) કાયકલેશ-સુંદરીજી ૬૦ હજાર વર્ષ આયંબીલ કરી કાયાને
કષ્ટ આપ્યું. (૬) સંલીનતા–ચંડકૌશિક ૧૫ દિવસનું અણસન કરી ધન્ય બન્યા. અત્યંતર તપ : (૭) પ્રાયશ્ચિત-અઈમુત્તા મુનિ ઈરિયાવહિ વિધિ કરતાં કેવળી થયા. (૮) વિનય-ગૌતમસ્વામી પ્રભુવીરના આજ્ઞાંકિત વિનયવંતા શિષ્ય. (૯) વૈયાવચ્ચ-નંદિષેણ મુનિ અપ્રમત્તભાવે મુનિઓની સેવા સુશ્રુષા કરી. (૧૦) સ્વાધ્યાય-ભાસતુષ મુનિ દ્રવ્ય ભાવથી સ્વાધ્યાય કરતાં કેવળી થયા. (૧૧) ધ્યાન-પ્રસન્નચંદ્ર રાજર્ષિ આર્તધ્યાનમાંથી ધર્મધ્યાન કરી કેવળી થયા. (૧૨) કાયોત્સર્ગ-ગજસુકુમાલ સસરાએ અંગારાની પાઘડી બાંધી છતાં
સમતા ન ત્યજી. અન્નત્થ સૂત્રમાં કહ્યા અનુસાર કાઉસ્સગ્નના ૧૨ આગારોને નજર સામે રાખી તસ્મઉત્તરી સૂત્રમાં કહેલા ઉદ્દેશો (કારણોથી યુક્ત કાઉસ્સગ્ન કાયાને સ્થિર કરી મૌનપૂર્વક શુભ ધ્યાનમાં આરૂઢ થઈ જો કરવામાં આવે તો “સવ પાવપ્પણાસણો પદ અનુસાર પાપનો નાશ કરવા માટે સમર્થ બને. | મુખ્યત્વે તપ અસન પાણાદિ ચારે આહારના ત્યાગ સાથે પણ સંકળાયેલ છે. ચાર સંજ્ઞામાંથી આહાર સંજ્ઞા જે જીવને ભમાવે છે, સતાવે છે, રોગી બનાવે છે. તેનાથી મુક્ત થવા અથવા જીભને વશ કરવા ઉત્તમ ઔષધીરૂપે છે. આયંબિલ તપ છ વિગઈના ત્યાગ સાથેનું મંગલકારી તપ કહેવાય છે.
વ્યવહારમાં વ્યાપાર, કોલેજનું જ્ઞાનઆદિ ઘણા પ્રકારો તપ સંબંધી જાણવા સાંભળવા મળે છે. પણ તેનો અર્થ ધર્મની દૃષ્ટિથી થતો નથી. કોઈ એક ક્ષેત્રમાં