SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ માર્ગે પુત્ર-પરિવારને વાળનારી દીવાદાંડી છે. માટે જ ઉપકારીના ઉપકારનું ઋણ ફેડવા માતૃભક્તિ કારણરૂપ બને છે. એક કાળચક્રના કાળમાં ૧+૧=૨ કોડાકોડી સાગરોપમના (૮૪ હજાર ઓછા) સમયમાં એવી ૨૪+૨૪=૪૮ પુણ્યશાળી માતા જ થઈ છે, જેમણે તીર્થંકર પરમાત્માને જન્મ આપી રત્નકુક્ષીપણું સિદ્ધ કર્યું. પૌષધકાળનું અને સર્વવિરતિ ધર્મનું પાલન કરનાર આરાધક આત્માઓને જયણાપૂર્વક આરાધનાનું જ્ઞાન આપનારી ઈર્યાસમિતિ આદિ આઠ માતાઓ થઈ છે. ઉદાહરણો : * સુપ્રસિદ્ધ શ્રવણકુમારે અશક્ત એવા માત પિતાને ૬૮ તીર્થની યાત્રા કાવડ (ડોળી)માં બેસાડી કરાવી હતી. * સાધ્વી કુબેરદત્તાએ કુબેરસેનાની સામે પારણામાં સૂતેલા બાળકને ઉદ્દેશી હાલરડાં દ્વારા ૧૮ નાતરાં (સગપણ)નો પૂર્વકાળનો ઈતિહાસ ખોલી માર્ગ ભૂલેલાને જાગૃત કર્યા હતાં. * અરણિક મુનિને શોધવા માતાએ ગલી ગલીમાં ફરી કરુણ આક્રંદ કર્યું હતું. મરૂદેવા માતાએ પુત્ર ઋષભના સમાચાર મેળવવા ભરતને વારંવાર આગ્રહ કર્યો હતો. દેવાનંદા માતા પ્રભુવીરના દર્શનથી ગદ્ગદ્ થયા. તેઓના સ્તનમાંથી વાત્સલ્યનું દૂધ ઝર્યું. ભ. મહાવીરે ત્રિશલામાતાને વેદના ન થાય તે માટે માતૃભક્તિરૂપે (અલ્પ સમય માટે) હલન-ચલન બંધ કર્યું હતું. પૂ. હેમચંદ્રસૂરિ મહારાજે માતા પાહિની દેવીના સ્મરણાર્થે એક લાખ નવકાર મંત્રનો જાપ કર્યો હતો. * ઉપા. શ્રી યશોવિજયજી મહારાજે સંસારી બાલ્ય અવસ્થામાં ભક્તામર સ્તોત્ર સંભળાવી અટ્ટમ (૩ ઉપવાસ)નું પારણું કરાવ્યું.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy