________________
વંદન
૧૮
બે ઘડી પ્રભુ સાથે
મહાવિદેહ ક્ષેત્રમાં સિમંધરસ્વામી, સોનાનું સિંહાસનજી, રૂપાના ત્યાં છત્ર બિરાજે, રત્ન મણિના દીવા દીપેજી; કુમકુમ વરણી ગહુલી વિરાજે, મોતીના અક્ષત સારજી, ત્યાં બેઠાં શ્રી સિમંધરસ્વામી, બોલે મધુરી વાણીજી. ભાવાર્થ : કાવ્ય શુદ્ધ ગુજરાતી છે. સમજી શકાશે.
સુદ-૨નો પ્રથમ રાત્રીનો પ્રહ૨ હતો. આકાશ નિર્મળ હતું ચંદ્રમાં આકાશમાં પાતળી કિનારે દર્શન આપી રહ્યા હતા. ભાવિક ચંદ્રમાંના દર્શન કરી મધુર કંઠે ગીત ગાઈ રહ્યો હતો.
૧૧૮
નમન
સુણો ચંદાજી ! સિમંધર પરમાતમ પાસે જાજો, મુજ વિનતડી પ્રેમ ધરીને એની પરે તુમે સંભળાવજો.
ભવિજીવે ચંદ્રમાને ટપાલી, ખેપીઓ કે કુરીયર સમજી પોતાના મનના વિચારો વર્તમાન વિદ્યમાન વિહરમાન પ્રભુને કહેવા વિનંતી કરી. પ્રભુ સિમંધરસ્વામીનો પરિચય, સરનામું સ્વરૂપે ઓળખ પણ આપી. વિશ્વાસ થયો કે, મારી વિનંતી ચંદ્રમા પ્રભુને જરૂર કહેશે.
જૈન ભૂગોલની દ્રષ્ટિએ તો આજે જે ચંદ્રના દર્શન કર્યા. તે ચંદ્ર ક્રમશઃ આવતી કાલે મહાવિદેહમાં જ્યાં સિમંધર સ્વામી બિરાજમાન છે, ત્યાં પહોંચશે અને ત્યાં જઈ ભવિજીવની વિનંતિ પ્રભુને સંભળાવશે.