SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ૪૫ આગમ ગ્રંથોમાં તેથી જ પ્રથમ આચારાંગને અપેક્ષાએ સ્થાન આપ્યું છે. જેના આચાર સારા તેના વિચાર, વર્તન, ચિંતન, જીવન વગેરે બધું જ સારું, અભિનંદનીય હોય છે. ‘આચારો પ્રથમં ધર્મઃ' આચાર એ પ્રથમ ધર્મ (કર્તવ્ય) છે. તેથી માનવીના જન્મ-મરણ ઘટી શકે છે, પૂજનીય બની શકે છે. કર્મરહિત થવા આચાર મદદરૂપ થાય છે. સર્વ વિરતિધર કે દેશવિરતિધર યાવત્ પૌષધવ્રતધારીને અષ્ટપ્રવચન માતાઓ વિવેકપૂર્વક આચાર પાળવાનું કહે, શિક્ષણ આપે છે. જેના કારણે હિંસા પણ અલ્પાતિઅલ્પ થાય. કોઈપણ ધર્મકાર્યની ઉપેક્ષા એટલે મિથ્યાત્વનું પોષણ સમજવું. જ્યારે શક્તિ છૂપાવ્યા વિના ધર્મકાર્ય કરવું એ સમ્યક્ત્વની નિશાની સમજવી. દરેક ધર્મ આચાર પાળે છે પણ આચારને સ્વીકારવાની પદ્ધતિ જૂદી જૂદી જોવા મળે છે. ફળાહાર કરીને ઉપવાસનું ગીત ગાનારા આજે પણ છે. ચૌદ ગુણસ્થાનકમાં આરોહન કરવા માટે સર્વ પ્રથમ આચારને મહત્ત્વ અપાય છે. પહેલા ગુણસ્થાનકમાં અયોગ્ય આચારી મિથ્યાત્વમય પોતે જીવન જીવે. પછી ધીરે ધીરે ૨-૩-૪-૫ ગુણસ્થાનકે પ્રગતિ કરે. એ જીવ દરેક ક્ષણે સમ્યજ્ઞાનની સાધના કરે. તેથી સમકિત, દેશવિરતિ, સર્વવિરતિનો ઉપાસકઆરાધક બને. પૂર્વ સ્થાનકમાંથી પ્રગતિ કરતો આહાર-વિહાર, વર્તન, વસ્ત્ર (કપડાં) બદલતા (મિથ્યાત્વીનો અસભ્યવેશ, સમકિતીનો સભ્યવેશ, દેશવિરતિનો શ્રાવકવેશ, સર્વ વિરતિનો સાધુવેશ.) સંસારથી નિવૃત્તિ લે. પછી પરિણામની શુદ્ધિ દ્વારા ક્રમશઃ ૧૨-૧૩-૧૪માં ગુણસ્થાનકે આરૂઢ થઈ મોક્ષે જાય. ટૂંકમાં સત્ પ્રવૃત્તિ આત્માને પરમાત્મા બનાવે. શાસ્ત્રકારોએ ૪ મહાવિગઈ, ૬ વિગઈ, અભક્ષ-અનંતકાયાદિ પદાર્થોનું સેવન ન કરવા ભારપૂર્વક કહ્યું છે. જેવો આહાર તેવો સ્વભાવ થાય છે. સ્વભાવના કારણે વિષય કષાયોને વશ થવું પડે છે. પછી એ અયોગ્ય પ્રવૃત્તિ કરી દુર્ગતિ, નરકાદિ, દુઃખદાઈ સ્થળે જીવને લઈ જાય છે. માટે જ અયોગ્ય પ્રવૃત્તિને અયોગ્ય આચારને દુર્ગુણના લીસ્ટમાં સ્થાન અપાયું છે. જ હવે રહી યોગ્ય પ્રવૃત્તિ, એ માટે સર્વપ્રથમ મનને તૈયા૨ ક૨વું પડે, પછી વચન ને કાયાના સહારે આરાધક આદર્શ જીવન જીવવા માટે તૈયાર થઈ જાય. એક ઘડી પણ જીવનની યોગ્ય સ્થળે વપરાઈ તો સમજવું કે ટીપે ટીપે
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy