________________
સરોવર ભરાશે. એ સરોવર એટલે શાશ્વત સુખના મોક્ષના અધિકારી થવાની
લાયકાત.
૭૩
એક ઘડી આધી ઘડી, આધી સે ભી આધ, તુલસી સત્ સંગસે, કટે કોટી અપરાધ.
નવતત્ત્વ પ્રકરણમાં તેના રચયિતાએ નવતત્ત્વને ૨/૨ના ચાર જોડકામાં ગોઠવ્યાં છે, બતાડ્યાં છે. ચારે જોડકા પ્રતિસ્પર્ધી છે. જો અનુકૂળ તત્ત્વનો અનુરાગી આત્મા થાય તો બીજી ચિંતા કરવી પડતી નથી. અન્યથા ભવ ભ્રમણ લલાટે લખાયેલું છે. દા.ત. પુણ્યના ૪૨ અને પાપના ૮૨ પ્રકારો છે. જીવ ધારે તો પુણ્યના સહારે અલ્પ સમયમાં એ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી શકે છે. ફરક એટલો જ કે સૂત્ર સાથેના અર્થ જાણી મનન કરે, તો જીવ-અજીવ આશ્રવ-સંવર, નિર્જરા બંધ ઓળખાઈ જશે.
આશ્રવાદિ ચારને છૂટા પાડવા હોય તો. આશ્રવ અને બંધની સામે સંવ૨નિર્જરાને ઊભા રાખવા પડે. જીવનમાં કર્મબંધના દ્વાર ઓળખી લીધા હોય તો સંવર-નિર્જરા દ્વારા આત્મશુદ્ધિ જલદી થાય. એનો જ અર્થ અયોગ્ય પ્રવૃત્તિ ત્યજી યોગ્ય પ્રવૃત્તિ કરો. થોડું પણ ઉપયોગી જીવનમાં ગ્રહણ કરો.
વ્યવહારમાં જેનું આચરણ સારું, સંસારમાં જેના વિચારો સારા, આધ્યાત્મિક દ્રષ્ટિએ જેનો પાપ પ્રવૃત્તિની ઉપેક્ષા કરવાનો સ્વભાવ છે તે એકંદરે આવકારને પાત્ર બને છે. બાકી સંસારમાં જ્યાં નજર નાખો ત્યાં આચારના નામે મીંડુ જોવા મળશે. માત્ર જ્ઞાનીઓના માર્ગદર્શન અનુસાર આચાર પ્રશંસા પામશે. બાહ્યઅત્યંત૨ ૨ીતે જો આદરણીય થવું હોય તો સ્વમતિથી નહિં પણ શાસ્ત્રમતિથી બધું કરવું-સ્વીકારવું પડશે.
ઉદાહરણ : યોગ્યપ્રવૃત્તિ (શુભપ્રવૃત્તિ)
★
★ જીરણશેઠે દ્રવ્યથીપ્રભુના પારણાનો લાભ લેનારની અનુમોદનીય ભાવનાના કારણે અચ્યુત વિમાનનું આયુષ્ય બાંધ્યું.
કોશાવેશ્યાએ સિંહગુફાવાસી મુનિને રત્નકંબલના કારણે સંયમમાં સ્થિર કરી ઉપકાર કર્યો.
★
શ્રેણિકે (બિંબિસાર) અનાથી મુનિની સાથે નાથ-અનાથની ચર્ચા કરી અંતે પ્રભુવીરના અનન્ય ભક્ત થયા.