SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. મોહનીય કર્મ : (કાર્ય : ચારિત્ર-સંયમ પાળે) :: ૨૫ રતિસારકુમાર પત્નિને સોળે શણગારથી શણગારતાં હતા. તેમાં વૈરાગ્ય ભાવે કેવળી થયા. ગુણસાર, પૃથ્વીચંદ્ર, પ્રભંજના લગ્નના પ્રસંગ જોઈ-સાંભળી-ચિંતવી વૈરાગી થઈ કેવળી થયાં. * ભરતચક્રી આરિસા ભવનમાં ઉચ્ચ ભાવના ભાવતાં કેવળી થયા. * હરિભદ્રસૂરિ ઘણો સમય શ્રદ્ધામાં અસ્થિર રહ્યા, છેવટે સંયમ લઈ સમ્યક્ત્વમાં સ્થિર થયા. ૪. અંતરાય કર્મ : (કાર્ય : સુકૃત્યની અનુમોદના) * અંજનાસતીને ૨૨ વર્ષ પતિવિયોગ સહન કરવો પડ્યો. * પર્વદિવસે પણ આહા૨સંજ્ઞાને કારણે કુરગડુમુનિ તપસ્યા ન કરી શક્યા. *ઢઢણ અણગારને છ મહિના સુધી નિર્દોષ ગોચરી સ્વલબ્ધિથી ન મળી. મળેલી મોદકની ગોચરી સ્વલબ્ધિથી નથી તે જાણતા ગોચરી પરઠવતાં પરઠવતાં કેવળજ્ઞાન પામ્યાં. ૫. વેદનીય કર્મ : (કાર્ય : અનુકંપા–દયાભાવ) * માતા પિતા-વડીલને નમસ્કાર શાતાવેદનીય કર્મ બાંધે. * ભરત-બાહુબલી આદિએ પૂર્વભવે ગુરુની સેવા સુશ્રુષા કરી. * દ્રઢપ્રહારી લોકો દ્વારા અસહ્ય ઉપસર્ગમાં સમતા રાખી કેવળી થયા. *મેઘકુમારે હાથીના ભવમાં સસલાની દયા ચિંતવી શાતાવેદનીય કર્મ બાંધ્યું. * સુદર્શના રાજપુત્રીએ સમડીના ભવમાં નવકાર મંત્ર સાંભળી સમાધિમરણ પ્રાપ્ત કર્યું. ૬. આયુષ્ય કર્મ : (કાર્ય : જીવદયા) * તંદુલિયો મત્સ્ય અશુભ વિચારો કરી નરકગતિ પામ્યો. * કાળસૌરિક કસાઈએ દ્રવ્ય ભાવથી હિંસા કરી, નરકગતિ પામ્યો. *બિંબસાર હરણીની હિંસાની અનુમોદના કરી નરકગતિ પામ્યો. * પ્રસન્નચંદ્ર રાજર્ષિ લડાઈના અશુભ વિચારોનું પ્રાયચ્છિત્ત કરી નકગતિથી બચી કેવળજ્ઞાન પામ્યા.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy