________________
*
૨૪
કર્મ સંબંધીનો ગ્રંથ ‘કર્મપ્રકૃતિ' પૂ. શિવશર્મસૂરિએ પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ રચ્યું છે. ઉપરાંત શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે ‘પાંચ કર્મગ્રંથ’ની રચના કરી છે. આ ગ્રંથો જો સમજપૂર્વક વાંચવામાં આવે તો ક્ષણે ક્ષણે જે કર્મ બંધાય છે તેમાંથી મુક્તિ મળે. અંધ માનવી જેમ એક એક પગલું વિચાર કરી ભરે ને પોતાના ઈચ્છીત સ્થળે પહોંચે તેમ વિચક્ષણ વ્યક્તિ કર્મ-ધર્મ સાથે વ્યવહાર કરે.
એક કઠપુતલી રમાડનાર મદારીએ રાજસભામાં ૩ કઠપુતળી બતાડી તેના રહસ્યને બતાડનાર બુદ્ધિશાળીને એકહજાર મુદ્રા ઈનામમાં આપવાની જાહેરાત કરી પણ કોઈ તેનો ભેદ ખોલી ન શક્યો.
આથી મંત્રીએ તારવણી કાઢી કે, શાસ્ત્રોના શબ્દ મસ્તકમાં નિવાસ કરે તો તે અમૂલ્ય સમજવું. પેટમાં નિવાસ થાય તો ૨૫ ટકા ટકે. કાન દ્વારા પ્રવેશી કાન દ્વારા બહાર નીકળે તો જીવનમાં ૧૦ ટકા પણ ન પરિણમે. માટે જ ઓછું પણ સમજપૂર્વક કરવું, વાંચવું અને જીવનમાં ઉતારવું જરૂરી છે.
કર્મ અનુસાર ઉદાહરણ :
જ્ઞાનાવરણીય કર્મ : (કાર્ય : ભણે-ભણાવે-અનુમોદે)
* વરદત્ત-ગુણમંજરીએ પૂર્વ ભવમાં જ્ઞાનની વિરાધના કરી હતી. ★ ૧૪ પૂર્વધર ભાનુદત્ત મુનિ ભણેલા શાસ્ત્રો ભૂલી ગયા હતા. * પૂ. હેમચંદ્રાચાર્યે પૂર્વભવે જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના કરી હતી તે કારણે ૮૦ વર્ષની ઉંમરમાં ૩।। કરોડ શ્લોકના રચયિતા મહાજ્ઞાની થયા. (એક દિવસના અંદાજે ૧૦૦ શ્લોક)
* ઉપા. યશોવિજયજી મ. સાહેબે અનેક વિષયોના અનેક ગ્રંથો રચી જૈન શાસનની પ્રભાવના કરી.
૨. દર્શનાવરણીય કર્મ : (કાર્ય : તીર્થયાત્રા-દર્શન-પૂજા)
* જમાલી પ્રભુવીરની ધર્મદેશનામાં સંશય રાખી ભ્રષ્ટ થયા. * નાગકેતુ વીતરાગ પ્રભુની પુષ્પપૂજા કરતાં કેવલી થયા. * મરૂદેવામાતા પુત્રની રિદ્ધિ-સિદ્ધિ જોઈ મોહને ધિક્કારતાં કેવલી થયાં. * સંપ્રતિરાજાએ સવા લાખ જિનમંદિર, સવા કરોડ જિનમૂર્તિ ભરાવી તરી ગયા.
૧.
* સુલસાનું સમકિત, સમ્યક્દર્શન અતિશય નિર્મળ, દ્રઢ હતું તેથી અંબડ પરિવ્રાજકની પરીક્ષામાં એ સફળ થઈ.