SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ . ધર્મ કરવા મનને શિખામણ આપવી પડે. હે મનડા ! જ્યાં સુધી ‘જરા’ (વૃદ્ધાવસ્થા) તને પીડા આપતી નથી. ‘વ્યાધિ’ વૃદ્ધિ પામતી નથી. ‘ઈન્દ્રિયો’ શિથીલ થઈ નથી. તારું ધાર્યું કરવા માટે બીજા બધા સંયોગો સાનુકૂળ છે ત્યારે હે આત્મન્ ! તું તારા આત્માનું સાધી લે. વહી ગયેલી ક્ષણ સમય-તક ફરી ફરી આવવાની નથી. તેથી ભ.વીરે ગૌતમસ્વામીને કહ્યું, ‘સમય ગોયમ મા પમાયએ’. ભાવ અને ૧૨ (૪) – ૧૬ ભાવના : ભાવ-પરિણતિ બગડે નહીં. ધર્મ ધ્યાનમાં સપ્રવૃત્તિમાં વૃદ્ધિ થાય તે માટે ૧૨+૪=૧૬ પ્રકારની ભાવના (વિચારો) ભાવવાની ઉપકારી ભગવંતે બતાડી છે. જેવા પ્રકારની પ્રવૃત્તિ કરતાં હોઈએ તેમાં જો મન ચળ-વિચળ અસ્થિર થાય તો તેની સ્થિરતા માટે અનુકૂળ ભાવના ભાવવી જોઈએ. ઉદાહરણ રૂપે મનગમતા શરીરદ્વારા સુખ ભોગવવા છે. પણ તે મળતા નથી. તે માટે અનિત્ય ભાવના દ્વારા શરીરાદિ ક્ષણભંગુર છે તેવા જો વિચારો સ્થિર થાય તો પછી મન ઉદાસ ન થાય. ૧૨ ભાવના-અર્થ-આરાધક : બાર ભાવનાથી આપણે અશુભ વિચારોથી રોકાઈ જઈશું. હવે મોક્ષનું બીજ સમકિત છે. સમકિતનું મૂળ તત્ત્વત્રયી ઉપર દ્રઢ શ્રદ્ધા છે. તેનો જીવનમાં વાસ થાય. જીવન આદર્શમય સારા વિચારથી યુક્ત બને તે માટે નીચેની ચાર ભાવનાથી ભાવિત થવું જોઈએ. ભાવના અર્થ અનિત્ય ધન, ધાન્ય, શીરાદિ સર્વ પદાર્થો ક્ષણભંગુર છે. અશરણ |તીવ્ર કર્મોદયથી કોઈ બચનાર નથી, શરણરૂપ નથી. અન્યત્વ સંસાર ચાર ગતિરૂપ સંસાર દુઃખનો ભંડાર છે. એકત્વ આ જીવ એકલો આવ્યો છે ને એકલો જવાનો છે. આ જીવથી શરીરાદિ સર્વ વસ્તુઓ પર છે. અશુચિ આ શરીર ગમે તેટલું સ્વચ્છ કરો, અશુચિ-અપવિત્રનો ભંડાર છે. પૂર્વ ભવમાં બાંધેલા કર્મ જ અત્યારે ઉદયમાં આવે છે. સંવર પૂર્વ ભવમાં બાંધેલા કર્મો ૫૭ ભેદથી રોકી શકાય છે. નિર્જરા બાંધેલા કર્મો તપ આદિ ૧૨ પ્રકારથી ખપી જાય છે. લોક આ જગત અનંત અનાદિ છે, છ દ્રવ્યનો સમૂહ છે. બોધિદુર્લભ રત્નત્રયીની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આશ્રવ ધર્મ ધર્મ એ જ ઉત્કૃષ્ટ મિત્ર છે, પરમ હિતકારી છે. આરાધક ભરતચક્રી અનાથીમુનિ મલ્લિનાથ મિત્ર નમિરાજર્ષિ મૃગાપુત્ર સનતકુમાર ચક્રી સમુદ્રપાલ મુનિ હરિકેશી મુનિ અર્જુનમાળી શિવરાજર્ષિ ઋષભદેવ ૯૮ પુત્ર ધર્મરૂચિ અણગાર
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy