________________
૧૩૮
એક વાત નક્કી છે કે સમ્યગુજ્ઞાન, ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરનારને માત્ર એક જ ભવ-જન્મ માટે ઉપયોગી થાય તેવું નથી. આ જ્ઞાન ભવોભવ, મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કામ આવે છે. જ્યારે વ્યવહારિક જ્ઞાન એક જ જન્મ માટે કામ આવે છે. તેથી સમ્યગુજ્ઞાનની કિંમત સંસારમાં ઘણી છે.
પ્રભુવીરે પ્રરૂપેલા ઉપદેશને શ્રવણ કરી ગણધરોએ આગમ ગ્રંથોની રચના કરી. એ આગમની ગૂઢ-ગંભીર વાણીને લબ્ધિધર જ્ઞાનીઓએ સમજ પડે તેથી સુત્ર, અર્થ, ચૂર્ણિ, ભાષ્ય, ટીકા એ રીતે પંચાંગિ ગ્રંથો બનાવ્યા. આગળ જતાં કાળક્રમે બીજા મહાપુરુષોએ પ્રકરણ ગ્રંથો વગેરે બનાવી આગમવાણીને અખંડ અમ્બલીત ૨૬૦૦ વર્ષ સુધી સાચવી વર્તમાનમાં આપણી સમક્ષ આદર ભાવથી સમર્પિત કરી. ભવિષ્યમાં પણ એ જ રીતે ચતુર્વિધ સંઘ ૨૧ હજાર વર્ષ સુધી સાચવશે.
આ સમ્યગુજ્ઞાન ગણિતાનુંયોગ, ચરણકરણાનુંયોગ, દ્રવ્યાનુયોગ, ધર્મકથાનું યોગ જેવા મહત્ત્વના ચાર અનુયોગ વિષયોમાં લખાયેલ જોવા મળે છે. બીજા શબ્દમાં આ જ્ઞાન ભૂગોળ જંબુદ્વીપાદિ, મહાવિદેહાદિ વિષયોનું, ખગોળ ૧૪ રાજલોકનું સૂર્ય-ચંદ્રાદિનું જીવશાસ્ત્રમાં પાંચે ઈન્દ્રિયો, ચાર ગતિઓ પ૬૩ પ્રકારના જીવોનું ૮૪ લાખ યોનિનું માર્ગદર્શન છે. જ્યારે કર્મ વિજ્ઞાનમાં આત્માનું સ્વરૂપ કર્મ-ધર્મ-જીવનની કથાની સાથે નિરૂપણ કર્યું છે. એવા અનેક વિષયોને સ્પર્શ કર્યો છે.
વીતરાગી પરમાત્મા સંપૂર્ણ જ્ઞાની હોય. ભૂત-ભાવિ-વર્તમાનનું ત્રણે લોકનું, ચરાચર પદાર્થનું જ્ઞાન હોય, જ્ઞાતા હોય, અતિશયવંતા એ પ્રભુની વાણી શ્રવણ કરનારા જીવો વ્યક્તિગત રીતે પોતાના આત્મકલ્યાણ માટે જ પ્રભુને કહે છે તેવા શુભ ભાવથી શ્રવણ કરતાં હોય. શક્યતા અનુસાર જીવનના રાહને બદલતા હોય. રોહણીય ચોરનો એ રીતે જ ઉદ્ધાર થયો.
આ છે સમ્યજ્ઞાનનો મહિમા, પ્રભુની વાણીની ગરિમા. એનું મૂલ્યાંકન સામાન્ય વ્યક્તિ કલ્પી કે કહી ન શકે. માટે જ સમયને બચાવી વીતરાગની વાણી સાંભળવાનો, સમજવાનો અને વાંચન-મનન કરવાનો આગ્રહ રાખવાનો સ્વહિતનો માર્ગ છે.
સંસારમાં ભવિજીવ, અભવિજીવ, હળુકર્મી જવ, ભારેકર્માજીવ, દુર્મવિજીવ, એકાવતારી જીવ ને તદ્ભવ મોક્ષગામી જીવો છે. તે બધાને કર્માનુસાર આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. પરંતુ જેનું ભવભ્રમણ ઘટ્યું નથી, વધવાનું છે એવા જીવો આવા તારક સમ્યગૂજ્ઞાનની મૂઢ બની આશાતના-અવહેલનાદિ કરે છે. જે વહાણમાં