________________
૧૧૪
પણ બચી જવાય. એવી જ રીતે દ્રવ્ય અને ભાવ ક્રિયામાં સમજવું. શાસ્ત્રીય સંગીત
જ્યારે કોઈ રજુ કરતા હોય ત્યારે આલાપ લે. આ આલાપ જ સંગીતના મધુર આનંદને જગાડે છે. શ્રવણકર્તા એકાકાર થઈ જાય છે. તેમ સમ્યગુ જ્ઞાન એ દીપક છે, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. - ચાલો, જ્ઞાનગુણના આરાધકોની થોડી વિચારણા કરીએ. * વરદત્ત ગુણમંજરીએ પૂર્વભવે જ્ઞાનની આશાતના કરી તેથી મૂંગા-રોગી
ગૂંગા થયા. એજ આત્માએ જ્ઞાની ગુરુના કથન અનુસાર જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય વિવિધ રીતે આરાધના દ્વારા કર્યો. અઢાર દેશના અધિપતિ મહારાજા કુમારપાળે પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખાયેલ ગ્રંથોની તાડપત્રમાં હજારો પાનામા લહીયા દ્વારા કોપી કરી શ્રુતજ્ઞાનની ભક્તિ કરી. આર્યરક્ષિત પંડિતે અનેક વર્ષ અભ્યાસ કરી નગરમાં માનપૂર્વક પ્રવેશ કર્યો પણ માતા રૂદ્રસીમાએ પુત્રને પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી. ગુરુ ફલ્યુમિત્ર મ. પાસે મોકલી સમ્યગુજ્ઞાનના જ્ઞાતા કર્યા. સ્યુલિભદ્રજીએ વંદન કરવા આવી રહેલ સાત બેનોને પોતે મેળવેલ જ્ઞાનના ચમત્કાર બતાડવા સિંહનું રૂપ કર્યું. પરિણામે આ બાળચેષ્ટા જેવું મુનિનું કાર્ય જાણી ગુરુએ બાકીનું જ્ઞાન (વાંચના) આપવાની ના પાડી. કારણ
જ્ઞાનનું જનરંજન માટે પ્રદર્શન કરવું ન જોઈએ. * “મા રુષ મા તુષ' પદને કંઠસ્થ દ્રવ્ય ભાવથી કરતાં મુનિને બાર વર્ષ લાગ્યાં.
અંતે એ મુનિ માસતુષ મુનિ નામે પ્રસિદ્ધ થયા. (૩) ગુરુભક્તિઃ
અજ્ઞાન તિમિરાંધાણાં, શાનાંજન શલાકયા /
નેત્ર ઉભુલીત વેણ, તસ્મ શ્રી ગુરુવે નમઃ | ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા જ્ઞાનરૂપી અંજન લગાડી દીવ્ય દ્રષ્ટિ ખોલનારા ઉપકારી પુરુષ.
ગુરુ અયોગ્ય શિષ્યને યોગ્ય બનાવે, પુદ્ગલાનંદીને સહજાનંદી બનાવવા પ્રયત્ન કરે. માર્ગ ભૂલેલા જીવને માર્ગે ચઢાવે, સ્થિર કરે, વિવિધ રીતે પોતે તરે ને બીજાને તારવાનો પ્રયત્ન કરે. ગુરુ એ જંગમ તીર્થ સમાન પૂજનીય છે.