________________
૧૧૩
(૭) નૈવેધપૂજઃ અણાહારીપદ પ્રાપ્તિની વિશિષ્ટ ઈચ્છાથી પૂજા કરાય છે. આ
પૂજા ઉત્તમ ભાવનાથી કરતાં ખેડૂત રાજપૂત્ર થવા પામ્યો. (૮) ફળપૂજા : સંસારમાં ફળપૂજા મોક્ષ-મુક્તિની પ્રાપ્તિ માટે અમર આશાથી
કરાય છે. મયણાસુંદરીને વીતરાગ પ્રભુની પૂજા ભક્તિ કરતાં
અમૃતક્રિયાનો અનુભવ થયો. (૨) જ્ઞાન ભક્તિ ઃ
જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો નાશ' પણ ક્યારે થાય? જ્યારે શ્રદ્ધાપૂર્વક ભક્તિ, આરાધના, ઉપાસના પૂજા-જાપ કરવામાં આવે. શાસ્ત્રમાં જ્ઞાનપ્રાપ્તિ માટે આઠ આચાર (નિયમો) દર્શાવેલ છે. તેનું યોગ્ય રીતે જે પાલન કરે તે અજ્ઞાની, રોગી, મૂંગા, બોબડા હોય તો સુધરી જાય, જ્ઞાનાવરણીય કર્મ ખપી જાય.
આવશ્યક સૂત્રોની વિધિ સહિત ઉપાસના કરવા માટે વિશિષ્ટ ઉપધાન યોગ જેવી આરાધના કરવાની હોય છે. તેના દ્વારા આગમસૂત્રો અને અમૂક આવશ્યક સૂત્રોની અનુજ્ઞા ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. અધિકારપૂર્વક કરેલું આગમાદિનું વાંચન વાચકની શ્રદ્ધામાં વૃદ્ધિ કરાવે છે. સૂત્ર-તદુર્ભય દ્વારા પરીપક્વ થવાય છે.
ભક્તિ તન-મન અને ધનથી થાય છે. તેના કારણે તન-મન પછી પરિગ્રહના ભારથી, પાપથી જો બચવું હોય તો ધનને દાનમાં, ભક્તિમાર્ગમાં વાપરવું હિતકારી છે. પુણ્યથી મળેલ ધન પુણ્યના કામમાં વાપરવામાં આવે તો તેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય.
ચૈત્ર સુદ એકમ (ગુડીપાડવો) અથવા આસો વદ અમાસ (દિવાળી)ને દિવસે વ્યવહારમાં જ્ઞાનપુસ્તક, ચોપડાની પૂજા કરાય છે. જૈન ધર્મની દૃષ્ટિએ દર મહિને સુદ પાંચમ અથવા સૌભાગ્ય પંચમી (કારતક સુદ-૫)ના દિવસે વિશેષ રીતે જ્ઞાનની ભક્તિ-આરાધના જ્ઞાનાવરણીય કર્મ ખપાવવા, જ્ઞાનગુણને વિકસાવવા, અનંતજ્ઞાન પ્રાપ્ત કરવા ઉદ્યમ કરવામાં આવે છે. એક વાત એટલી જ વિચારણીય છે કે, આરાધક દ્રવ્યથી પ્રથમ આરાધના કરે છે. પછી ભાવથી આરાધના કરવા ભગીરથ પ્રયત્ન કરે છે. આ આરાધના કરવાનો રાજમાર્ગ છે.
પાણી સાદુ વાપરો તેના સ્થાને ગળ્યું પાણી, સરબત કે વરિયાળીનું પાણી વાપરો એ બધું બ્રાહ્ય રીતે એક જ પણ સ્વાદ-ગુણની દ્રષ્ટિએ બધાના અનુભવ જુદાં જુદાં. માત્ર ઉકાળેળીને ગાળેલા પાણીનો ઓછો બગાડ થાય અને પાપબંધથી