________________
નિંદનીય કાર્ય
પુનરપિ જનનં પુનરપિ મરણં,
પુનપિ જનનિ જઠરે શયનં, ઈહ સંસારે ખલુ દુસ્તારે.
૩
કર્મ-ધર્મ
પ્રશંસનીય કાર્ય
ભાવાર્થ : ફરી ફરી જન્મ, ફરી ફરી મરણ, ફરી ફરી માતાની કુક્ષિમાં શયન, આ સંસાર તેનાથી ખરેખર દુષ્કર છે.
અક્ખાણ રયણી કમ્માણ મોહણી, વયાણ તહં ચેવ બંભવયં, મણમુત્તીય ચઉરો દુષ્ણેહિં જિપ્પનિ.
૧૮
ભાવાર્થ : ઈન્દ્રિયમાં રસના, કર્મમાં મોહનીય, વ્રતમાં બ્રહ્મચર્ય અને ગુપ્તિમાં મન દુર્જય છે. (તેને જીત્યા વગર સંસાર ઘટવાનો નથી.)
‘કર્મ’ શબ્દની રચના અઢી અક્ષરથી થઈ છે, એ જ રીતે ‘ધર્મ’ શબ્દની રચના અઢી અક્ષરના સહારે થઈ. ફરક માત્ર એટલો કે એક અંધકારમય, અશાંતિમય, દુઃખમય જીવનમાં પ્રવેશ કરાવે છે, જ્યારે બીજો શબ્દ આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત કરી સમતા, શાંતિનો અમૃત ઘૂંટ પીવડાવે છે.
શાસ્ત્રોમાં ૩ પ્રકા૨ના જીવો બતાવ્યા છે. ધમ્મિટ્ઠા (તીર્થંક૨) શક્તિ બુદ્ધિ કર્મક્ષયમાં ધર્મસાધનામાં વાપરનારા છે. ભોગીઢા (વાસુદેવ) શક્તિ બુદ્ધિ ભોગવિલાસ વાપરવામાં મશગુલ-તલ્લીન છે અને પાપીઠ્ઠા (ચક્રવર્તી) શક્તિ બુદ્ધિ પુણ્ય છ ખંડ જીતવા માટે વાપરનારા બતાવ્યા છે, કહ્યા છે. ચક્રવર્તી ઉત્તમ લઘુકર્મી જીવ હોય તો સંયમી બની મોક્ષગામી થાય અન્યથા ‘રાજેશ્વરી એ નરકેશ્વરી' એ