SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ આરાધના-વિરાધના સારી પ્રવૃત્તિ ખરાબ પ્રવૃત્તિ પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમ્ કરણે એસ૬હણે આ તહા, વિવરીય પર્વણાએ એ. ભાવાર્થ : શાસ્ત્રોમાં (૧) નિષેધ કરાયેલા (અશુભ) કાર્યોનું આચરણ કરવાથી, (૨) કરવા યોગ્ય કાર્યોનું આચરણ ન કરવાથી, (૩) શાસ્ત્ર સંબંધી અશ્રદ્ધા ઉત્પન્ન થવાથી અને (૪) શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરવાથી, જે પાપ લાગ્યું હોય તેનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. આરાધનાનો પ્રતિસ્પર્ધી શબ્દ વિરાધના છે. એક જીવનમાં પ્રગતિ-ઉન્નતિવિકાસનો ગુણાકાર (વૃદ્ધિ) કરે છે. જ્યારે બીજો જીવનમાંથી બાદબાકીભાગાકાર કરે છે. ધર્મક્ષેત્રમાં સવારથી સાંજ સુધી છ આવશ્યક (સામાયિક, ચઉવિસત્યો, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચખ્ખાણ) આરાધક આત્મા-શ્રાવકોએ કરવા જોઈએ. એનાથી દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ થાય. સમભાવમાં સુખ-શાંતિ-સમાધિમાં વધારો થાય. કર્મ વર્ગણાઓ ઓછી થાય, જન્મ-મરણ ઘટી જાય. આવશ્યક ક્રિયાઓ મન-વચન-કાયાની શુદ્ધિથી કરવાની હોય છે. કરતી વખતે યોગ્ય સૂત્રોનો શુદ્ધ ઉચ્ચાર યોગ્ય સમયે જરૂર પ્રમાણેના ઉપકરણ અને મુદ્રાનો સહારો લેવાનો હોય છે. આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી જીવનમાં જોવાલાયક, જાણવાલાયક અને આચરવાલાયક ત્રણ તત્ત્વો પ્રત્યે અભિરુચિ ૭૫
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy