________________
સંવૃત : ઢંકાએલી હોય
સંવૃત વિદ્યુત : કાંઈક ઉઘાડી-કાંઈક ઢંકાયેલા હોય.
વિદ્યુત : ઉઘાડી હોય તે.
133
૧૩
યોની સાથે જન્મ લેવાની પદ્ધતિ પણ ગતિ અનુસાર નીચે મુજબ હોય – (૧) ઉપપાત : પોતાની મેળે કર્મ અનુસાર જન્મે તે.
૧. દેવ-શુભ પુદ્ગલોના સમુહથી યૌવનાવસ્થા જેવા ફૂલની શય્યામાં જન્મે. ૨. નરક - અશુભ પુદ્ગલો રૂપે કુંભીપાકમાંથી ઉપજે,
(૨) ગર્ભુજ : જન્મ પૂર્વે અમુક સમય સુધી માતાના ગર્ભમાં રહી યોગ્ય કાળે જન્મે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવો. અંડજ - (ઈંડા દ્વારા) જરાયુજ(માતાના ગર્ભ દ્વારા) પોતજ - સીધા બચ્ચા રૂપે (હાથીનું મદનીયું) જન્મે.
(૩) સમૂર્છિમ : એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવોના લોહી-વમનાદિ અશુભ પદાર્થોમાં અથવા બાહ્ય સંયોગો મળતા ઉત્પન્ન
થાય.
જન્મ સંબંધી વિચારો જાણ્યા પછી હવે મૃત્યુ પૂર્વેની વિચારણા કરી લઈએ.
જીવ જન્મ્યા બાદ છ પ્રકારની પર્યાપ્તિ અનુસાર પોતાનું જીવન પસાર કરે છે. પર્યાપ્તિઓ ૧. આહા૨, ૨. શરીર, ૩. ઈન્દ્રિય, ૪. શ્વાસોશ્વાસ, ૫. ભાષા અને ૬. મન, આ છ પર્યાપ્તિ છે. ઈન્દ્રિયોના આધારે પર્યાપ્તિ ઓછી-વધુ હોય.
જીવની બાબત વિચારોને વાગોળતા ચાર ગતિમાં કયા કારણે જીવ જન્મે અને તેનું મૃત્યુ કેવી રીતે થાય અર્થાત્ પ્રાણ કેવી રીતે જાય તે થોડું સમજી લઈએ..
એક ગતિમાંથી બીજી ગતિમાં જવા માટે આયુષ્ય કર્મનો બંધ મનુષ્ય જીવનના ૧/૩ ભાગમાં થાય. યાવત્ અંતિમ ક્ષણે પણ થાય. તેથી અંત સમયે નમસ્કાર મહામંત્રનું શ્રવણ-સ્મરણ કરાવવામાં આવે છે. જ્યારે તેનું મૃત્યુ યા આયુષ્ય કર્મનો બંધ થાય છે. તે દરમિયાન જીવના પરિણામ લક્ષણ (લાયકાત) શાસ્ત્રોમાં નીચે મુજબ બતાવ્યા છે.
૧. મનુષ્યગતિ : (૧) સુભાગી (સૌભાગ્યવાન), (૨) મીષ્ઠ હીત-મીતપથ્ય વચની, (૩) દાતાર (દાનેશ્વરી), (૪) સરળ, (૫) ચતુર (માયા-કપટ ન કરે), (૬) કલ્યાણમિત્રની જ સોબત કરે, (૭) પ્રાણ-હૃદયમાંથી જાય.
૨. દેવગતિ : (૧) સત્યવાદી, (૨) દેવ-ગુરુનો ભક્ત, (૩) પુણ્યાધીન