________________
૧૪
ધનવાન, (૪) સ્વરૂપવાન, (૫) પંડિત (જ્ઞાનવાન), (૬) જ્ઞાનીની સાથે મૈત્રી રાખનાર, (૭) પ્રાણ-મુખમાંથી જાય.
૩. તિર્યંચગતિ : (૧) લોભી, (૨) કપટી, (૩) જૂઠો (અસત્ય વચની), (૪) અતિ ક્ષુધાળું (ભૂખ્યો), (૫) મૂર્ખ (મૂઢ), (૬) મૂર્ખાની સાથે જ દોસ્તી રાખનાર, (૭) પ્રાણ-જાંઘમાંથી જાય.
૪. નરકગતિ : (૧) શ્યામ (કાળો), (૨) કલેશ કરનાર, (૩) રોગી, (૪) અતિ ભયશીલ, (૫) અતિ આરંભ સમારંભી, (૬) સાથી કષાયો પોષનારનો, (૭) પ્રાણ પગમાંથી જાય.
મોક્ષગતિમાં જીવ આઠે કર્મનો સંપૂર્ણ ક્ષય કરી સંપૂર્ણ શરીરમાંથી જાય.
જન્મની અને મૃત્યુ પૂર્વેની કેટલીક વાતોને યાદ કરી હવે મૃત્યુ જે કડવો ઘુંટડો કહેવાય. અનિચ્છાએ સ્વીકારવાની ફરજ થાય તેની થોડી મુલાકાત લઈએ.
જબ તુમ આયે જગતમેં, જગ હસે તુમ રોય, અબ એસી કરણી કરો, તુમ હસે જગ રોય.
અર્થ સરળ છે, છતાં જગતમાં જન્મ વખતે આવના૨ ૨ડે અને જોનાર આનંદ પામે, હસે, પેંડા ખાય. જ્યારે જતાં પહેલા એવા કાર્ય, આરાધના, પ્રવૃત્તિ કરો જેથી જન્મ સફળ કર્યાનો તમને આનંદ હોય. પ્રસન્નતાથી હસીને જતો હોય અને મૂકવા આવેલા વળાવનારના આંખમાં વિરહના-વેદનાના, દુઃખના આસું સારતા હોય.
સંત કબીરે મૃત્યુની સાથે સંકળાયેલ એક દુહો લખેલ છે તે આ પ્રસંગે યાદ આવે છે.
મન મરે, માયા મરે, મર મર જાય શરીર,
આશા તૃષ્ણા ના મરે, કહ ગયે સંત કબીર.
ભાવાર્થ : સંસારમાં બધી વસ્તુ ઘટે છે (મરે છે) પણ તૃષ્ણા કોઈ દિવસ મરતી નથી. તેને ઘટાડ્યા વિના જીવનો ઉદ્ધાર નથી.
મેં મરા ફિર ભી ‘મૈં’ નહી મરા,
મેં મર મર કે મરા ફિર ભી ‘મેં’ નહી મરા,
લેકિન જબ ‘મેં’ મરા, તબ મેં કહીં નહીં રહા.
ભાવાર્થ : મેં (હું) અભિમાન સર્વત્ર જીવિત હોય છે. એ બીજી ગતિમાં પણ