________________
૧૫
પોતાનું ધાર્યું કરે-કરાવે છે. પરંતુ જ્યારે અહં હંમેશ માટે જાય છે ત્યારે એ ક્યાંય નહિ રહે. મુશ્કેલી ઉભી નહિં કરે.
યુવાન ગાયને ખેંચે છે પણ ગાય જલદી સાથે ચાલતી નથી. જ્યારે વૃદ્ધ ગાયને ઘાંસ બતાવે છે ત્યારે તેની સાથે દોડતી જાય છે. કારણ, ખાવાની લાલસા, ઈચ્છા એ જ દુઃખદાઈ છે. જે સત્તાથી મોટો બનવાનો પ્રયત્ન કરે છે તેનું સત્તાથી જ નાશ-પતન થાય છે. માટે જ ગુણથી મહાન બનો.
સંસાર સમુદ્રના પ્રવાસે નિકળેલો જીવ જ્યારે એક ગતિમાંની લીલા સંકેલી બીજી ગતિમાં જાય છે તેને મૃત્યુ, મરણ, કાળધર્મ, નિર્વાણ વિગેરે કહેવામાં આવે છે. અલ્પ સમય માટે તે અણાહારી જીવનનો અનુભવ કરે છે.
જનારો જતાં જતાં કાંઈક જીવન સુધારીને અથવા બગાડીને જાય છે. શ્રાપ આપીને જાય છે યા આશીર્વાદ આપી-લઈ જાય છે. તેથી બાળમરણ વગેરેના મૃત્યુના થોડા પ્રકારો વ્યવહારમાં જે જોવા મળે છે તે જોઈ લઈએ.
૧. રાગથી મૃત્યુઃ સંસારી સંબંધીની રાગદશાને કારણે મૃત્યુ. (સુનંદાને પતિ પ્રત્યેનો રાગ મૃત્યુનું કારણ બન્યું.)
૨. સ્નેહથી મૃત્યુ પરિવારમાં સ્થંભ સમા એકના મૃત્યુનો આઘાત સહન ન થવાથી અલ્પકાળમાં જ બીજાનું મૃત્યુ.
૩. ભયથી મૃત્યુઃ આબરૂ આપત્તિ-મુંઝવણાદિના કારણે મરણને શરણ થાય. (ગજસુકુમારના સસરા સોમીલ શ્રીકૃષ્ણને સામે આવતા જોઈ મૃત્યુ પામ્યા.)
૪. સ્પર્શથી મૃત્યુઃ ઝેરી જંતુ સર્પ, વીંછી વગેરેના સ્પર્શ (ખ)થી મૃત્યુ. (ચંડકૌશિકે ઘણાને મૃત્યુના મુખમાં ધકેલી દીધા.)
૫. આહાર મૃત્યુ : અપચો, અતિમાત્રાનો આહાર અથવા ભૂખમરાથી મૃત્યુ. (સંપ્રતિરાજાના જીવે ભીખારીના ભવમાં અધિક આહાર કર્યો તેથી મૃત્યુ.)
આજ રીતે કેન્સર, ટી.બી. બ્લડપ્રેશર, ટેન્શન ચિંતા નદી-કૂવા-સમુદ્રમાં પડવું જેવા કારણે યા એકસીડન્ટ-આપઘાતાદિ નિમિત્તે અપવર્તનીય આયુષ્ય અકાળે તૂટે છે.
પ્રશ્ન એક જ છે કે, આવી રીતે મૃત્યુની ગોદમાં સૂવાનું કારણ અંતરાયકર્મ, વેદનીય કર્મ ને આયુષ્ય કર્મના બંધ વખતે ધ્યાન ન રાખ્યું. ઉપેક્ષા કરી બાંધેલા પાપની આલોચના નિંદા કે પ્રાયશ્મિત્ત ન કર્યું. પ્રાયશ્કિર એ જન્મ-મરણ