________________
૧૪૩
કેળવી ઘડા બનાવે છે. તેમ સાધકે આત્મશુદ્ધિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. તો જ તેનું જીવન સફળ થાય. મનુષ્યજન્મ પ્રાપ્ત કરેલો ધન્ય બને. એક કવિએ પ્રભુની સમક્ષ ગાયું –
મારો ધન્ય બન્યો આજે અવતાર, મળ્યા અને પરમાતમા.” કથાનુયોગમાં એક બહુ મજાની સમજવા-વિચારવાલાયક કથા આવે છે.
નગરીની બહાર આજે ૧૨-૧૨ વર્ષથી સપ્તરંગી આકાશને સ્પર્શે તેવી સાત માળની મોટી હવેલી નાગદત્ત શેઠ બનાવતા હતા. અવાર-નવાર દૂર ઊભા રહી તેના માટે વિવિધ વિચારો કરી કારીગરોને સૂચના આપતા હતા. નગરજનો પણ વિશાળ હવેલીને બે મિનીટ જોયા કરતા હતા. ભાગ્યવાન જ તેમાં રહેવા આવશે તેવું વિચારતા.
એક દિવસ નાગદત્ત હવેલીની શોભાનું નિરીક્ષણ કરતા હતા ત્યાં એક મુનિરાજ ત્યાંથી પસાર થતાં થોડું હસ્યા. બનવા કાળ નાગદત્ત ઘરે જમતો હતો ત્યારે સ્વાભાવિક ગુરુ વહોરવા આવ્યા ત્યારે હસ્યા. ત્રીજી વખત દુકાનમાંથી બકરાને નાગદત્ત લાકડી મારી કાઢી રહ્યો હતો ત્યારે પણ હસ્યા.
નાગદત્તને મુનિના હાસ્યનું રહસ્ય જાણવાની ઘણી ઈચ્છા થઈ. તેમણે મુનિ પાસે જઈને પૂછ્યું ત્યારે ખબર પડી કે માત્ર સાત દિવસનું આયુષ્ય છે. તેથી આ જીવ કાંઈ જ કરી શકવાનો નથી. મહેલમાં રહેવા નહીં મળે તેથી વૈરાગ્ય થયું. અંતે મુનિના ઉપદેશથી એણે સંયમ લઈ જીવનને સુગંધીત અને સફળ બનાવ્યું.
થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે,
દોષ લવ પણ નિજ દેખતાં, નિરગુણ નિજાતમા જાણ રે. ભાવાર્થ બીજાનો સાવ નાનો ગુણ જોઈને પણ આપણે રાજી થવું જોઈએ અને આપણાં પોતાના નાનામાં નાના દોષ જોઈને આપણને ગુણહિન માનવા જોઈએ. (દોષરહિત થવા પ્રયત્ન કરવો જોઈએ.)
રાખ કે પારો ધાન્યમાં નાખવાથી તેનું રક્ષણ થાય. ચાડીયાને ખેતરમાં ઊભો કરો પક્ષી ખેતરમાં ઓછા આવશે. ધ્વજા મંદિરમાં ફરકે તો ભગવાનના દર્શન કરવાની ભાવના વધે. ઘાસ તૃણ મુખમાં રાખી યુદ્ધભૂમિમાં સામે જવાથી શરણાગતિનો સ્વીકાર થયો કહેવાશે. આ બધા અપેક્ષાએ ગુણ કહેવાય તેમ જેના જીવનમાં ધર્મ વસ્યો છે. જેને ધર્મને જીવનમાં પ્રાધાન્યતા આપી છે તેના જન્મ