________________
આરાધકો કરજો રૂડી આરાધના, કદીય ન કરશો વિરાધના; ભૂલે ચૂકે જો કીધી વિરાધના, તો નિષ્ફળ જશે બધી સાધના. શાસ્ત્રમાં દરેક નાની મોટી ક્રિયાની સાથે તેના વિરાધનાના સ્થાન વર્ણવ્યા છે. જેમકે-સામાયિકના ૩૨ દોષ. ગુરુવંદનની ૩૩ આશાતના, જિનમંદિરની ૮૪ આશાતના પૌષધના-૧૮ દોષ. ગોચરીના ૪૨ દોષ. પચ્ચકખાણના અપવાદ કાઉસગ્નના આગાર વગેરે.
પરીક્ષાના દિવસોમાં-ભણવામાં ધ્યાન ન રાખ્યું. વિષયને બરાબર ન સમજ્યા, પેપરના પ્રશ્નને ધ્યાન પૂર્વક ન વાંચ્યું અને માગ્યાપ્રમાણે ન લખ્યું તો ઉપેક્ષારૂપે કરેલી બેદરકારી (આશાતના) વિદ્યાર્થીને નાસીપાસ-નાપાસનું નુકસાન ફળ ભોગવવું પડશે.
* પ્રાચીન કાળમાં વાસુદેવ નામે આચાર્ય ઘણા શાસ્ત્રના જ્ઞાતા હતા. જ્યારે નાના ભાઈએ જીવનમાં જરૂરીઆત હતી તેટલું જ જ્ઞાન પ્રાપ્ત કરેલ. મોટા ભાઈ આખો દિવસ ૫૦૦ શિષ્યોને વાચના (જ્ઞાન) આપનાં તેમાં તેઓને પરમ આનંદ થતો હતો. જ્ઞાનની આરાધના કરતાં કર્મ ખપાવતા.
પણ એક વખત રાત્રીના સમયે મુનિઓ શંકાનું સમાધાન મેળવવા આચાર્ય ભ. પાસે આવ્યા. આજે અનેક મુનિઓના આગમનથી મુનિઓ ઉપર આચાર્ય દેવશ્રીએ કષાય કર્યો એટલું જ નહિં પણ વિચાર્યું કે, નાનાભાઈ કેટલા સુખી? તેઓ ભણ્યા નથી એટલે શાંતિથી આરામ કરે છે. જ્યારે હું ? બસ-કાલથી વાચના જ આપવાની બંધ.
આચાર્યશ્રીનો આ નિર્ણય જ્ઞાનની આશાતના-જ્ઞાનાવરણીય કર્મ બંધરૂપે પરિણમ્યો. ફળ સ્વરૂપ બીજા ભવે વરદત્તનામે રોગી-મુંગા એવા રાજપૂત્ર થયા. ગુરુના ઉપદેશ અનુસાર જ્ઞાનની આરાધના કરતાં એ કાળક્રમે નિરોગી થયા.
રસોઈમાં બેનો ભૂલ કરે, વ્યાપારમાં વ્યાપારી ઉપેક્ષા કરે જીવનની કોઈપણ ક્ષણ જો ધર્મને અનુકૂળ રીતે વાપરવામાં ન આવે તો તેથી આશાતના થાય-અથવા દુઃખી થવું પડે, એનું નિવારણ-ઉપાય એજ કે વિવેકપૂર્વક, વિનય સહિત વિચારેલી પ્રવૃત્તિ ક્રિયા કરો.
સંસારમાં કોન્ટીટી પાછળ દોડનારા પ્રગતિ નહિં પણ વિના કારણની ઉપાધિ સ્વીકારે છે. જે આરાધક શાંતિથી-સમતાથી, વિચારપૂર્વક ક્વોલીટીવાળું કાર્ય કરે છે તે પ્રસંશનીય બને છે. તેનો વિકાસ થાય છે, આરાધક રૂપે પંકાય છે.