SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮. ધર્મી આત્મા જ્ઞાનાવરણીયાદિ ૪ ઘાતી કર્મ ખપાવવા માટે જ્ઞાન-દર્શનચારિત્ર-તપ-આદિની વિશેષ પ્રકારે આરાધના તપ-જાપ-સ્વાધ્યાયાદિ પ્રકારે કરતા હોય છે. માત્ર આરાધના કર્મ ક્ષય માટે વિરાધના થી બચવા માટે મનવચન-કાયાની શુદ્ધિથી શુભ પરિણામથી કરે તો ધન્ય છે. પણ બાહ્યક્રિયા કરે, અસ્થીરતાથી કરે, બીજાને બતાડવા માટે કરે અવિધિથી કરે તો સમજવું તેમાં ઓછી વધુ આશાતના-વિરાધના છૂપાઈ છે. વર્ષો પૂર્વેની વાત-પૂ.આ. વિજયદાનસૂરિ મહારાજ બીલીમોરામાં બિરાજમાન હતા. તે દિવસે વ્યાખ્યાનમાં આરાધના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તપજપ-ક્રિયા-કર્મ વધુમાં વધુ કરીને હળુકર્મીનો માર્ગ બતાડવામાં આવ્યો હતો. એક ડોસીમાં પૂ. આચાર્ય ભ. પાસે આવી સુખશાતા પૂછી જીવનમાં કરેલી આરાધનાનું તપ-જપનું લીસ્ટ વાંચી રહ્યા હતા. પૂ. શ્રી એ ઘણાજ શુભ ભાવે એ બધુ સાંભળી પછી ડોસીમાંને કહ્યું-માજી આ બધુ ક૨ી-કહી-બતાડી તમે ધોઈ રાખતા નથી ને ? દાન-તપ કે આરાધન કર્યું હોય તેમાં સંતોષ માનવાનો ન હોય. વધુને વધુ કરવાની ભાવના કેળવવાની હોય. હવે બીજી કઈ આરાધના કરવી તેની ચિંતા કરવાની હોય. જે કર્યું તેની માત્ર અનુમોદના કરો. વર્ષના દિવસ કેટલા ? આજે તમારી ઉંમર કેટલી ? તે દરમ્યાન તમે કેટલા દિવસ-કલાક તપ જપ કર્યું ? જો હિસાબ કરો તો ૫-૧૦ ટક્કા પણ જીવનના સારા માર્ગે વપરાયા. માટે કર્યું તેની સાથે કરવાનું વિચારો. પ્રગતિ થશે. કર્મ ક્ષય થશે. લેશ્યા પરિણામ-ભાવના સુધરશે, ઉત્સાહ વધશે. માજી-ગુરુ મહારાજની વાત સાંભળી સત્યનો સ્વીકાર કરી મન-વચનકાયાથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી દુક્કડં આપી નવું આરાધન કરવાની ભાવનાથી ધન્ય થયા. રાજા શ્રેણીક એક મંત્ર ચાંડાલ પાસે ગ્રહણ કરતા હતા. પણ જ્ઞાનનો વિદ્યા દાતાનો વિનય ન કરવાથી એ મંત્ર સિદ્ધ ન થયો. જ્યારે વિનય કર્યો તરત સિદ્ધ થયો. પુણ્યપ્રકાશના સ્તવનમાં આરાધનામાં વૃદ્ધિ કરવા ૧૦ અધિકા૨ો વીતરાગ પ્રભુએ ઉપદેશ્યા છે. તેમાં પણ ખાસ ભૂતકાળમાં થએલી વિરાધનાનો અધિકાર આવે છે. જેટલી આરાધના કરી તેનો આનંદ-સંતોષ માનવાનો હોય છે. સાથે
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy