________________
09
જીવનજીવી શકે છે. અન્યથા ભવ હારી જાય. તિર્યંચ જીવો લગભગ અવિવેકી
અને સમ્યજ્ઞાન વિનાના અજ્ઞાની હવે નરકના જીવો દુઃખની ખાણમાં શેકાતારીબાતા હોય છે. પંદર પરમાધામીઓ તેઓને દુઃખ આપતા હોય.
દેવ ગતિના જીવોની યોની–૪ લાખ, આયુષ્ય-૨ થી ૩૩ સાગરોપમનું, પ્રાણ-૧૦, શરીર-વૈક્રિય, ૧ થી ૭ હાથ જેટલું, પર્યાપ્તિ-છ, દેવની ઓળખ, (૧) જમીનથી ૪ આંગળ ઉંચા રહે. (૨) કંઠમાં પહેરેલી માળા કરમાય નહિં. (૩) આંખમિચાય નહિં ખુલ્લી જ રહે. (૪) લગભગ બધાના જન્મ ફુલની શૈયામાંથી યુવાન જેવો થાય. છેલ્લે ઉચ્ચ દેવગતિને શુદ્ધ સંયમી, શુદ્ધ શ્રાવક, શુદ્ધ સમકિતી, શુદ્ધ બ્રહ્મચારી અને ઘોર તપસ્વી હોય તેવા આત્મા પ્રાપ્ત કરે. જન્મે, માત્ર આયુષ્ય જ્યારે પૂર્ણ થવાનું હોય ત્યારે અવધિજ્ઞાનના કારણે સુખ ત્યજવું પડશે. એકેન્દ્રિયાદિ ગતિમાં દુઃખ ભોગવવા જવું પડશે તેથી આર્તધ્યાન કર્યા કરે. માત્ર સમકિતી દેવો ભક્તિયોગના કારણે અલ્પ સંખ્યામાં મનુષ્યગતિમાં જન્મે.
*આ
દેવલોકમાં પણ ઈન્દ્ર-ઈન્દ્રાણી, સામાયિક, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણ, અભિયોગિક, કિલ્લીષિક, જેવાં અનેક પ્રકારો છે અને તે પણ પોતપોતાને યોગ્ય કાર્ય (પ્રજા, સૈનિક, સેવક, ભંગી જેવા) કરનારા હોય છે. ઉપરાંત સૈન્ય, પર્ષદા, વગેરે પણ પ્રકારો હોય છે. કહેવાનું તાત્પર્ય એજ કે, દેવ સંબંધિ જે આપણી એક પક્ષીય માન્યતા છે તે વ્યવસ્થિત સમજવા ઉપરની ચર્ચા કરી. જેમ મનુષ્ય સરખા નથી, તેમ દેવ માટે સમજવું. એ ગતિમાં પણ ભવનપતિ, વ્યંતર જાતિમાં રાગ-દ્વેષાદિ છે.
એક વાત નિશ્ચિત છે કે, દેવતાઓ ભક્તિના ઘેલા-રસિયા હોય છે તેથી પ્રભુના જન્મ મહોત્સવાદિ પ્રસંગે બધા રંગરાગ ત્યજી હાજરી આપે છે. દીક્ષા આદિ પ્રસંગે તથા શાશ્વતી ઓળી પ્રસંગે નંદીશ્વર દ્વીપ જઈ મહોત્સવ કરી પોતાનો ભક્તિયોગ પૂર્ણ કરે છે.
સર્વાર્થસિદ્ધ વિમાનમાં જન્મેલા દેવો, જ માત્ર એકાવતારી હોય છે. એક હાથના શરીરવાળા, સુખશૈયામાં સૂતા રહેવાની પરિસ્થિતિવાળા, ૩૩ સાગરોપમનું જીવન જીવનારા એ જીવો રત્નમય પુસ્તકોનું વાંચન કરે ને શંકા થાય તો * કુમારનંદીના જીવને દેવગતિમાં ઢોલ વગાડવો પડ્યો.