________________
૫૫
જન્માક્ષર
વૃષભ
રાશી ગ્રહ સ્વભાવ
ચિહ મેષ મંગળ દીનતા અ, લ, ઈ લાલ ઘેટું શુક્ર ગર્વિષ્ઠ બ, વ, ઉ સફેદ
બળદ મિથુન બુધ તીક્ષ્ણ બુદ્ધિ ક, છ, ધ લીંબુ કલર કપલ કર્ક ચંદ્ર શુરવીર ડ, હો દુધિયો કલર કરચલો સિંહ સુર્ય હિંમતવાન મ, ટ સોનેરી, કેસરી સિંહ કન્યા બુધ કપટી ૫, ઠ, ણ ઘેરો-લીલો કન્યા તુલા શુક્ર સત્યવાદી ર, ત સફેદ ચળકતો ત્રાજવું વૃશ્ચિક મંગળ મલિન ન, ય ઘેરો-લાલ વિછી ધન ગુરુ પાપપ્રકૃતિ ભ,ધ,ફ,ઢ વાદળી આકાશ મકર શનિ ચપળ ખ, જ કાળો
મગર કુંભ શનિ ચતુરગ, સ, ષ ઘેરો વાદળી કુમારિકા મીન ગુરુ ધીર ગંભીર દ,ચ,ઝ,થ આછો પીળો મત્સ્ય યુગલ
તીર્થંકર પરમાત્માનું જ્યારે જન્મ કલ્યાણક થાય છે, તે વખતનું દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવનું વાતાવરણ ઘણું જ અનુકૂળ હોય છે. નવ ગ્રહો પણ પરસ્પર મૈત્રી ભાવે ઉચ્ચ કક્ષાએ બિરાજેલા હોય છે. રાશી-નક્ષત્ર પણ પ્રભુનો મહિમા વધે એવી પરીસ્થિતિમાં હોય છે. નરકાદિના દુઃખમાં રીબાતા જીવોને પણ ક્ષણ માટે સુખનો અનુભવ થાય છે. ટૂંકમાં જન્મ કલ્યાણકના આગમસૂત્રમાં લખાયેલા વિચારોથી કહેવું પડે કે, તીર્થંકર પરમાત્માનો મહિમા ચારે ગતિના જીવોને સુખ-શાંતિઆપવા નિમિત્તરૂપ થાય છે. ભ. પાર્શ્વનાથનું નામ આજે પણ જે બોલાય-ગવાય છે, તેનું મુખ્ય કારણ આદેયનામકર્મ કહેવું પડશે.
આકાશના ગ્રહ, નક્ષત્ર, રાશી, તારાની થોડી વિચારણા કર્યા પછી સંસારી જીવોના ઘરના વ્યાપારના, વ્યવહારના પણ ગ્રહો છે. તે ઉપર પણ થોડી નજર ફેરવી લઈએ. આ બધા ગ્રહો માનવીએ જ અંગત કારણે ઉભા કરેલા સ્વભાવ જન્ય છે. જે ઉભા કરી શકે છે તે ભૂલી-કાઢી-નાશ પણ કરી શકે છે. બાળહઠ, યોગીહઠ, સ્ત્રીહઠ જેવી હઠ સંસારમાં રાગ-દ્વેષ વધારે છે.
કદાચ આકાશના ગ્રહો ૧-૨ નડે પણ સંસારના ગ્રહો તો વધુ સંખ્યામાં નડે છે. એટલું જ નહીં જીવનમાં વિષય-કષાયો-રાગ-દ્વેષનું નિર્માણ કરે છે.