________________
પ૬
ભાવિ બગાડે છે. બીજા ભવે એ કર્મ સ્વરૂપે આવીને નડે છે. માટે જ જ્ઞાની પુરુષોએ જીવન જીવવાની જે કાંઈ રૂપરેખા બતાડી છે તેને માનપૂર્વક સ્વીકારવી જોઈએ. આ રહ્યા એ સંસાર સાગરના પ્રવાસી ગ્રહો.
ઉપગ્રહ, આગ્રહ, પરિગ્રહ, કદાગ્રહ, સત્યાગ્રહ, હઠાગ્રહ, પૂર્વગ્રહ, સંગ્રહ, વિગ્રહ, નિગ્રહ, મતાગ્રહ અને કારાગ્રહ વગેરે.
- સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ. વિચારીએ તો જરૂર સમજાશે કે આ ગ્રહો જેમ જેમ સમજણ આવતી જાય-ઉમર વધતી જાય તેમ તેમ જીવનમાં પ્રવેશ કરે છે. ૫/ ૭ વર્ષના બાળકના નિર્દોષ જીવનને જોયા પછી એજ બાળક યુવાન-પ્રૌઢ થાય ત્યારે ઉપરના ગ્રહોમાંથી ૨-૫ તેમના જીવનમાં સ્થાન પ્રાપ્ત કરે છે. માટે જ જ્ઞાનીઓ જીવનની બારાખડી બરાબર સમજવા આગ્રહ કરે છે.
મનુષ્ય-જન્મે ત્યારે, લગ્ન કરે ત્યારે, વેપારી થાય ત્યારે, દાદા થાય ત્યારે, યાવતું મૃત્યુના બીછાને સુએ ત્યારે જીવનની વ્યાખ્યાઓ શબ્દો આજ્ઞાઓઆશાઓ રજૂઆતો બદલે છે. તેથી સંસારી ગ્રહોનો એને સામનો કરવો પડે છે. આર્ત- રૌદ્રધ્યાન કરવા લાગે છે. આકાશ જેટલી ઈચ્છાઓને ત્યજવા મનને તૈયાર કરવું પડે છે. એ બધું કરવા બાળહઠ, સ્ત્રીહઠ રાજહઠ,યોગીહઠ પણ પોતાના ભાવ ભજવે.
છતાં કર્મની કથા, ગ્રહની વ્યથા અને સંસારીના રાગ-દ્વેષ આગળ સૌને ઝૂકવું જ પડે છે. આવી સ્થિતિ માંથી બચવા સૂતેલા સાપને જગાડાય નહિં. એટલે એવા કર્મદ્વારા સંયોગો જ ઉભા ન કરાય કે જેથી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરેલો નિષ્ફળ થતો અટકે. ઉદાહરણ રૂપે સંસારના ગ્રહની મૂલાકાત લઈએ.
આગ્રહ-કદાગ્રહ-પરિગ્રહના કારણે શેઠ-નોકર વચ્ચે બે ભાગીદાર અથવા બે ભાઈઓ વચ્ચે ૩૬ના આંક જેવું શબ્દ યુદ્ધ થાય છે. તું-તાના કારણે છૂટા થાય છે. આક્ષેપ બાજી પણ કરવા પ્રેરાય છે. પુણ્ય-પુરુષાર્થ જ્યાં સુધી ભેગા હોય ત્યાં સુધી સુખ-શાંતિ ત્યાર પછી છૂટા થયે અશાંતિ.
કદાગ્રહના મૂળમાં અજ્ઞાન છે, પણ તેને પોષણ કરવાનું કામ અહંકાર કરે છે. ધર્મબિંદુ ગ્રંથમાં લખ્યું છે, “જે કદાગ્રહનો ત્યાગી છે તેને જ સર્જન કહી શકાય.”
સંગ્રહ-નિગ્રહ-કારાગ્રહને વશ થઈ અનીતિ, અત્યાચાર, અયોગ્ય પ્રવૃત્તિ,