SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ જ નહિં પણ મન નક્કી કરે પછી તેમાં સૂર પૂરવા માટે વચન આગેવાની લે. ત્યાર પછી કાયા એ કાર્ય પૂર્ણ કરવા પોતાની પાંચ ઈન્દ્રિયોને કામે લગાડે. આમ મનના પાયા ઉપર આ બધી બિલ્ડીંગ ઊભી થાય. તીર્થંકર પરમાત્મા સંયમ લીધા પૂર્વે બોલે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સમવસરણમાં બિરાજી ઉપદેશ આપે પણ દીક્ષા અને કેવળજ્ઞાન વચ્ચેના છબસ્થ અવસ્થાના કાળમાં પોતે કર્મ ખપાવવા પ્રયત્ન કરે પણ વિના કારણે બોલે કે ઉપદેશ આપે નહિં. એનું કારણ પણ મનગુપ્તિ પાળવાની અથવા મનદંડથી મુક્ત રહેવાનું છે. આ સંસારમાં પ્રાયઃ વણિક, વેપારી, કામી, કપટી, વેશ્યા અને જુગારી એ છ સત્યવચન ન બોલે. એ જ રીતે નદી, નારી, અગ્નિ, કાળ, નૃપ અને વિષ એ છનો વિશ્વાસ (ભરોસો) ન કરાય. કહ્યું છે, પરિગ્રહ તૃષ્ણા (ઈચ્છા) વધારે, આયુષ્યને ચિંતાના કારણે ઘટાડે માટે મનને જે વશ કરે છે એ સંસારમાં દુઃખી થતો નથી. ભ. મહાવીર પ્રભુને દીક્ષા પછી તરત મન:પર્યવજ્ઞાન થયું. સામાન્ય રીતે મનના વિચારોને આ જ્ઞાન દ્વારા જ્ઞાની સ્વાભાવિક રીતે જાણી-સમજી લે છે. (ઉદા. કોઈ વ્યક્તિ આનંદમાં આવ્યો હોય તો આપણે મુખ જોઈ પૂછીએ છીએ કે કેમ આજે આનંદમાં છો ?). કોઈની ગુપ્ત વાત કરવાની ઈચ્છા થાય, દંભ કરી ખોટા મોટા થવાની ખુર્શીવાળા થવાની તમન્ના થાય, સંસારમાં વિશ્વાસઘાત કરી બીજાને સીસામાં ઉતારવાની ભાવના થાય તો સમજવું કે આ પાપકાર્ય છે. અને એનો જન્મદાતા મન છે. જેણે મન માર્યું તે ધન્ય બને છે. ઈરાનમાં એક માતાએ પુત્રને શિખામણ આપી કે, ભગવાનનો ડર રાખજે. એક દિવસ પુત્રે ચોરી કરી. કુદરતી રીતે પકડાઈ ગયો. પોલીસ રાજા પાસે લઈ ગઈ. રાજાએ છોકરાને પૂછ્યું, તને જેલની સજાનો કે રાજાનો ડર નથી લાગતો? છોકરાએ કહ્યું, આ સંસારમાં હું ભગવાનનો જ ડર રાખું છું. તેથી અસત્ય-ખોટું કાંઈ બોલતો નથી. અનિવાર્ય કારણે મારે ચોરી કરવી પડી. આને અર્થ એ જ કે, મન પવિત્ર છે. પાપ કર્યું તેને એ છૂપાવતો નથી. જૈન શાસનમાં ધર્મક્રિયા કરતી વખતે પણ ઉપકારી ભગવંતે ક્રિયાના અંતમાં અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ' કહેવા-માગવાની અનુજ્ઞા આપી છે. મનથી
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy