SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ એવા છ ચક્ર પણ ગોઠવાયેલા છે કે જેના પ્રભાવે, જેના કારણે માનવ-મહામાનવ બને છે. સામાન્ય વ્યક્તિ પ્રભાવશાળી બને છે. આ છ ચક્રના મંત્ર સ્વરૂપ મૂળાક્ષર 3ૐ હ્રીં ય ર લ વ એવા છ અક્ષરો છે. એટલું જ નહિં પણ દરેક ચક્રની સાથે તીર્થકર ભગવાન, યક્ષ-યક્ષિણી અને સ્વરવ્યંજનના ઓછા-વધુ અક્ષરો સંકળાયેલા છે. જો સાધક માત્ર એક જ કુંડલી (ચક્ર)ને સિદ્ધ કરે તો તેનું સાંસારીક યા આધ્યાત્મિક કાર્ય સિદ્ધ થાય, સરળ બને છે. વચનસિદ્ધ પુરુષ બને છે. ભ. પાર્શ્વનાથ સ્વામીનું નામ આદેય નામકર્મના કારણે લોકજીભે વસી ગયું છે. તેમ સાધકની શક્તિ પણ પ્રસિદ્ધિ પામે. આ ચક્રનો વાર સાથે રંગ સાથે પણ નજીકનો સંબંધ છે. રસોઈ ત્યારે જ થાય જ્યારે બધી સામગ્રી હાજર હોય, મદદરૂપ હોય. તે જ રીતે આ ચક્રની સાથે અનેક વાતો સંકળાયેલ છે. સાધક જ્યારે ધ્યાન-યોગાદિ કરે ત્યારે અંગ-વસ્ત્ર-મન-ભૂમિ-ઉપકરણશુદ્ધ (ન્યાયી) દ્રવ્ય વિધિ શુદ્ધતા એ સાતનો વિચાર પણ કરવો પડે. કામ કરતા જાઓ ને ભાવને નિર્મળ બનાવતા જાઓ. શરીરમાં જે જે નાડીઓ કામ કરે છે. તેમાં પણ આ મંત્રદ્વારો જો ગમણાગમણ કરે તો સ્વચ્છતા-શુદ્ધતા-નિર્મળતાનો અનુભવ થાય છે. તેથી જ કહેવાય છે કે, “શ્વાસે શ્વાસે સમરૂ સ્વામી, જીવના આધાર' આજના યુગમાં નાડી બ્લોક થઈ (બંધ થઈ) એમ કહેવાય છે. તે માટે પણ ભાવ સહિતની ઉત્તમકોટીની સાધના ઉપયોગી બને છે. સાધનાના કારણે સાધકનું શરીર વૈભવસભર અને આદરણીય બને છે. તંદુરસ્તી અને સુખાકારી પ્રાપ્ત થવાથી તેને સાધનામાં કાંઈ વિન આવતું નથી. ઉત્સાહ ઉમંગથી એ ધ્યેય સિદ્ધ કરવા પ્રયત્નશીલ બને છે. સફળતાને પ્રાપ્ત કરે છે. માટે જ ભાવને જીવનમાં મહત્ત્વ આપો. શાતાવેદનીય કર્મનો ઉદય હોય અને વર્તમાનમાં મળેલા શરીર દ્વારા સુકૃત કરવાની સાધક થવાની ભાવના થાય તો સમજવું કે ત્યાગી વૈરાગી થવા તેને વાર નહિ લાગે એક વખત આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ થયું પછી જન્મ-મરણ ઘટે તેમાં આશ્ચર્ય નથી. સામાયિકનો બે ઘડીનો કાળ તેને ઘડીમાં જોવો ન પડે. સાધનાના કારણે સ્વાભાવિક ખબર પડી જાય.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy