________________
ધર્મના ભેદમાં દાન, શીલ, તપની સાથે ભાવને પણ સ્થાન મળ્યું. નિપાની પ્રરૂપણામાં નામ, સ્થાપના, દ્રવ્યની સાથે ભાવને સ્થાન આપ્યું છે. કર્મવિજ્ઞાનની વાતમાં કર્મબંધ માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળની સાથે ભાવને ભાગીદારી આપી. ધર્મક્રિયાઓ જે પુણ્યશાળી સર્વ પ્રથમ કરતા હોય તેને દ્રવ્યક્રિયાની સંજ્ઞા મળે. પછી સમજપૂર્વક વિધિ સાથે આરાધના સારી રીતે કરે એટલે “ભાવક્રિયા નો દરજ્જો મળે. ચારિત્ર સાથે ભાવ ભળે એટલે કર્મ ખપે અને કર્મ ખપે એટલે મોક્ષ મળે. - એક સ્થળે આત્માની શક્તિ-મલીનતા યા નિર્મળતાના માટે ધ્યાનને સાધનરૂપે કહ્યું છે. તે દ્વારા આત્મનિરીક્ષણ અને આત્માના અવાજને સાંભળવાની તકનો-પ્રેરણાનો અનુભવ થાય. જે દિવસે એની જાણકારી વ્યવસ્થિત થાય તે દિવસે સંસાર સાગરથી પાર ઉતરવા માટેની દ્રષ્ટિ જાગ્રત થાય. મન તૈયાર થાય. નિશ્ચિત સંસાર સમુદ્રને પાર પણ પામી જાય.
ધ્યાન એટલે અન્ય પ્રવૃત્તિ વિચારોમાંથી મનને ઈચ્છીત વિચારો તરફ વાળવું, સ્થિર કરવું. ઉંડા અનુકૂળ-પ્રતિકૂળ વિચાર કરવા.
જાપ-એટલે કર્મક્ષય માટે આરાધના રૂપે મંત્ર સ્વરૂપ અક્ષરોનો શુદ્ધ ભાવે સ્મરણ-જાપ કરતી વખતે ભાષ્ય જાપ, ઉપાંશુ જાપ, માનસ જાપ ને છેલ્લે અજપાજાપ (ઓટોમેટીક ચાવી કે બેટરી વગર ઘડિયાળ ચાલે તેમ)ની કક્ષાએ સાધક ત્યારે જ પહોંચે જ્યારે તેના વિચારોમાં, જીવનમાં સ્ત્રના અધ્યાયનું દ્વાર ખોલે. નવકાર મંત્રના ૯ લાખના જાપ નરકગતિ દૂર કરે.
કોઈપણ ધર્મક્રિયામાં મુદ્રાને આસનને પણ અપનાવેલ છે. મુદ્રા અનેક પ્રકારની છે. જે ઉદ્દેશ્યથી જાપ થતો હોય તેની સાથે સાનુકૂળ મુદ્રાને પણ સાચવવી પડે છે. સિદ્ધચક્રાદિ પૂજનમાં પણ છ પ્રકારની મુદ્રા દ્વારા સિદ્ધચક્રજીનું આહાન કરાય છે. ઘરમાં પણ મહેમાનની સાથે ક્યારેક મુદ્રાનો પણ વ્યવહાર થાય છે.
આસન-સુખાસન-પઘાસન-વીરાસન જેવા અનેક આસન જાપની સાથે સંકલીત કરાયા છે. પ્રમાદ વગર એકાગ્રતાથી જો ધ્યાન-કાઉસ્સગ્ન-જાપ વિગેરે કરવા હોય તો સાધકને આસન ઘણું મદદગાર બને છે. પ્રતિક્રમણમાં તેથી જ અનેક આસનનો ઉપયોગ થાય છે.
શરીર – પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ એમ પંચ મહાભૂતનું નિવાસ સ્થાન છે. બીજી રીતે પાંચ ભૂતથી બનેલું છે. શરીરમાં ધ્યાન માટે કામ આવે