________________
જીવન-મૃત્યુ
મંગળ શ્લોક
જન્મ દુઃખ, જરા દુઃખ, રોગાશ મરણાનિ ચ | અહો દુઃખું ખલુ સંસાર, યત્રક્ષિશ્યતિ જન્તવઃ |
(વેરાગ્ય શતક) ભાવાર્થ જન્મ દુઃખ, મરણ દુઃખ, વૃદ્ધાવસ્થા મરણ, રોગાદિદુખા, અહો! આ સંસાર જ દુઃખમય છે. જેમાં જીવ કલેશ પામે છે.
આપણા સૌનો જન્મ ક્યારે થયો? એ પ્રશ્ન છે.
આત્માનો જન્મ થતો નથી, થવાનો નથી અને થશે પણ નહિં. આત્મા ભાડાના ઘરરૂપે પુદ્ગલથી બનેલા શરીરમાં રહેવા માટે અમુક સમય માટે આવે છે. ત્યાર પછી એ બીજે સ્થળે ગતિમાં જાય છે, પ્રયાણ કરે છે. આ પરંપરા અનંતકાળથી ચાલે છે. મોક્ષે ન જાય ત્યાં સુધી ચાલશે. આત્માની બાબતમાં એક સ્થળે બહુ જ સ્પષ્ટ ભાષામાં કહ્યું છે :
नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः ।
न चैनं कलेदयन्त्यापो, न शोषयति मारुतः ।। ભાવાર્થઃ કોઈપણ શસ્ત્ર આત્માને છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને વાયુ તેને સુકાવી શકતો નથી. આત્મા અમર છે.
જીવવિચાર પ્રકરણમાં કહ્યું છે, કે એક આત્મા આઠે કર્મોનો ક્ષય કરી જ્યારે મોક્ષ-મુક્તિ પામે ત્યારે એક આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર