________________
૧૦.
રાશિમાં આવી જન્મ મરણની કથા શરૂ કરે. ત્યાર પછી નિગોદ, એકેન્દ્રિય, વિકલેજિય, દેવ-તિર્યંચ-નરક ગતિમાં પંચેન્દ્રિયપણાને ભોગવી મહાભાગ્યે મનુષ્યગતિને પામે. કોઈ મરૂદેવામાતા જેવો ભાગ્યવાન આત્મા હોય તો જ અલ્પકાળમાં મોક્ષે જાય.
મનુષ્ય ગતિમાં જન્મેલા અસંખ્ય આત્મા જે રીતે જીવન ધ્યેયહીન જીવે છે. તેમ ન જીવતાં દુર્લભ મનુષ્ય જન્મ સફળ કરવા માટે ઉત્તમકુળ આર્યદેશ, ઉત્તમજાતિ, ધર્મવાસિત માતપિતાના ઘરે જન્મી શુભ પ્રયત્ન જે કરે તે ધન્ય છે.
પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે આગામી ભવે ગરીબ ઘરમાં જન્મ, શ્રાવક કુળ અને ધર્મવાસિત માતા-પિતાની ભાવના ભાવેલ.
અત્યાર સુધીના મિથ્થામતિના જન્મ એકડા વિનાની મીંડા જેવા અર્થહીન હતા. હવે સમ્યગૂજ્ઞાનના પ્રભાવે, સમકિતના કારણે અર્ધ પુદ્ગલ પરાવર્તનનો કાળ ખપાવી આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ શરૂ કર્યું.
આ સંસારમાં જન્મ ધારણ કરવાની ૮૪ લાખ યોનીઓ છે. એમાં જન્મ લેવાની પદ્ધતિ પણ ચાર ગતિને પાંચ જાતિમાં ભિન્ન ભિન્ન પ્રકારે છે. ઘાતી-અઘાતી કર્મના સહારાથી ૪ જાતિ, ૫ ઈન્દ્રિય, છ કાયમાં આત્મા જન્મ ધારણ કરે છે. ત્યાર પછી ધીરે ધીરે પૂર્વ ભવનું પુણ્ય ભોગવતો જાય ને આગામી ભવ માટે પુણ્ય બાંધતો જાય. નવું પુણ્ય બાંધતી વખતે ખાસ હવે પછીનો જન્મ સારા સ્થળે પ્રાપ્ત થાય એની કાળજી રાખે તો જ સદ્ગતિ-મોક્ષગતિ પામે. - જ્યારે જીવ મનુષ્યગતિમાં જન્મે છે. ત્યારે એ સોપક્રમી યા નીરૂપક્રમી આયુષ્ય પૂર્ણ કરવાનું નિશ્ચિત કરીને આવે છે. સાથોસાથ આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાને સાથે લેતો આવે. જો સંસ્કાર વાસિત જીવ હોય તો આ સંજ્ઞાઓને સુયોગ્ય રીતે એ ભોગવે. મહાભાગ્યે મળેલ મનુષ્ય જન્મને અજ્ઞાનતા, અયોગ્ય સોબતના કારણે વેડફી ન દે.
કહ્યું છે કે, “બંધ સમયે ચિત્ત ચેતીએ રે, ઉદયે શો સંતાપ?'
આઉર પચ્ચકખાણ, પન્ના સૂત્રમાં ધ્યાનના પ્રકારોનો અધિકાર આવે છે. તેમાં આર્તધ્યાન (દુર્ગાન)ના ૬૦ પ્રભેદ બતાડ્યા છે. આ જીવ અજ્ઞાનતાના કારણે એક યા બીજી રીતે અશુભ વિચારો કરે છે. તેમાંથી બચવા માટે ધર્મ ધ્યાનશુક્લધ્યાન કરવું અનિવાર્ય છે. ભારેકર્મી આત્મા આ રીતે સંસાર તરવાની બાજી હાથમાં હોવા છતાં બગાડી દે છે.