________________
૪૭
પૂર્વ ભવે ભાવપૂર્વકદાન કર્યું, તો અઢળક લક્ષ્મીના સ્વામી થયા. તેમના પિતા દેવગતિમાંથી રોજ ૯૯ ધનાદિની પેટી મોકલતા. એ જ રીતે મમ્મણશેઠે મોદકનું દાન સાધુ મહારાજને ભાવપૂર્વક કર્યું. પણ પછી ભાવ બદલાયા, ભાવના બગડી અને મુનિ પાસે મોદક પાછો લેવા ગયો. ફળસ્વરૂપ દાનધર્મથી અઢળક ધન મળ્યું પણ આપેલું દાન પાછું લેવા ગયો એટલે પોતે ખાઈ ન શક્યો, ખવડાવી ન શક્યો, વાપરી ન શક્યો, ભોગવી ન શક્યો, અંતે મરીને સાતમી નરકે ગયો. કેટલાક જીવો આચારથી દાનાદિ ધર્મ પાળે છે પણ શુભ ભાવ નથી હોતા.
નિધિને માત્ર ધન પુરતું સીમિત ક્ષેત્ર સમજવાની જરૂર નથી. અતિચાર સૂત્રની અંદર પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતમાં જ્ઞાની પુરુષોએ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહ બતાવ્યા છે. એના ઉપર આસક્તિ મોહ વિગેરે કરનારો જીવ વિના કારણે દુર્ગતિનો મહેમાન બને છે. જ્યારે તેનો સદુપયોગ કરનારો સમાધિ પામે છે. પૈસો એ જ છે પણ એ પૈસો સામા મનુષ્યના ભાવી-વિચારો બગાડી શકે છે અને સુધારી પણ શકે છે. સુખી ને દુઃખી પણ કરી શકે છે. પૈસાનું ઝરણું કેવું છે? તેના ઉપર આધાર છે.
પૂ. રૂપવિજયજી મહારાજ કૃત લોભની સક્ઝાયમાં ઘણું સ્પષ્ટ લખ્યું છે. ધનાદિના લોભના કારણે એ જીવ દુર્ગતિનો અધિકારી બને છે.
લોભે લાલચ જાસ ઘણી, પરિણતિ નીચી તેહ તણી લટપટ કરે બહુ લોક ભણી......ચેતન ચતુર સુનો ભાઈ. (૧) લોભે પુત્ર પિતા ઝઘડે, લોભે નરપતિ રહે વગડે, લોભે બાંધવ જોર લડે....ચેતન ચતુર સુનો ભાઈ. હાર હાથી લોભે લીનો, કોણી કે સુંવર બહુ કીનો, માતા મહને દુઃખ દીનો.ચેતન ચતુર સુનો ભાઈ. (૩)
જૂના સ્થવિર વૃદ્ધો “જર, જમીન ને જોરૂ એ કજીયાનું મૂળ' એમ કહી ગયા છે. હકીકતમાં અનુભવથી એમ લાગ્યા વગર રહેતું નથી કે એ અનુભવી પુરુષોએ જે કહ્યું છે તેમાં અતિશયોક્તિ નથી. ઈતિહાસના પાના જોઈશું તો તે સત્ય દેખાઈ આવશે. પ્રાકૃતમાં રત્નાકર પચ્ચીસીના રચયિતા પૂ.આ.શ્રી વિજય રત્નાકરસૂરિ મહારાજે “રત્ન' ઉપરની આસક્તિ ઘટાડ્યા વિના કાંઈ જ સાત્વિક જ્ઞાન મળતું નથી, એમ કહી અપ્રગટ પોતાના જ જીવનની કથા વિવિધ રીતે ગાઈ છે. આજે એ ગુજરાતી કાવ્ય રચનાને બોલનાર પણ જો અંતરથી શુભભાવથી બોલે તો
(૨)