SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ (કોટવાળ વિ.) ભોગકુળ (રાજગુરુ વિ.) રાજકુળ (મિત્ર વિ.) અને ક્ષત્રિયકુળ (ધર્ય-હિંમતવાળા પ્રજાજનો હતા. તે બધા જ રાજ્યની-રાજાની શોભા વધારવા પ્રયત્ન કરતા. કહેવત છે કે, “જેની પ્રજા સુખી તેનો રાજા સુખી, જેનો રાજા વ્યાપારી તેની પ્રજા ભિખારી.” વર્ષો પહેલાની વાત - આજે રાજાને ઉંઘ આવતી નથી. રાજા રોજ એક નવિન શ્લોક બનાવતો હતો. આજે ચોથા ચરણ માટે ચિંતાના સાગરમાં એ ડૂબી ગયો હતો. પહેલા ત્રણ ચરણમાં, (૧) પોતાના બધા જ કર્મચારી આજ્ઞાંકિત છે. (૨) રાજઘરાનાના રાજદરબારી બધા સુખી-પ્રસન્ન છે. (૩) પડોશી રાજ્યો સાનુકૂળ છે. છતાં રાજા શ્લોકનું અનુકૂળ વિચારોનું ચોથુ ચરણ બનાવી ન શક્યો. ઘણાં શબ્દ ફેરવ્યા પણ નથી શ્લોકનું ચરણ પૂર્ણ થતું કે નથી ઉંઘ આવતી. કુદરતી રીતે એ જ સમયે નગરનો સુવિખ્યાત ચોર રાજાને ત્યાં ચોરી કરવા આવ્યો હતો. એ રાજાની આવી વ્યાકુળતા જોઈને મુંઝાઈ ગયો. ચોથા ચરણના અનુકૂળ વિચારો તેની પાસે હતા પણ જો પ્રગટ થાય તો રાજા સજા કરે, એવો એને ડર હતો. છતાં હિંમતથી અવાજ આપી કહ્યું, રાજા ચોથું ચરણ તમને બતાડું તો તમે મને શું આપશો? રાજા અવાજ સાંભળી વિચારમાં પડ્યો. તેણે કહ્યું, “જે ચોથું ચરણ બતાડશે, આપશે તેને મોં માગ્યું ઈનામ ને અભયદાન આપીશ. ચોર હોય તો પણ સજા નહિ કરું. મારી ચિંતા મારે દૂર કરવી છે, મારી ટેક પૂર્ણ કરવી છે. રાજાનો જવાબ સાંભળી ચોર પ્રગટ થયો. રાજાની ક્ષમા માંગી. ચોથું ચરણ કહ્યું, “જ્યાં સુધી પુણ્યનિધિ સુરક્ષિત છે, ત્યાં સુધી બધું જ સારું જ છે. બાકી કર્મ વિફરશે ત્યારે બધું પાણીના પરપોટાની જેમ વિલીન થઈ જશે.” રાજા પુણ્યનિધિનું ચોથું ચરણ સાંભળી ખૂશ થયો. ચોરને આજીવન ચાલે તેટલું અખૂટ ધન આપ્યું અને મુક્ત કર્યો. આપણી વાત છે નિધિ-નિધાનની. વસ્તુપાળ, તેજપાળ પણ ધનને દાટવા જંગલમાં ગયા તો ત્યાં તેઓને બીજું ધન પ્રાપ્ત થયું. તેનો અર્થ એ જ કે ભાગ્યમાં હોય તો જ પ્રાપ્ત થયેલું ધન નિધિ સન્માર્ગમાં વપરાય છે. ફળસ્વરૂપ એ ભાગ્યશાળી મહાનુભાવોએ પુત્રના બદલે પત્થર પસંદ કરી પુણ્યથી મળેલા ધનમાંથી આબુ-દેલવાડાના જગ-પ્રસિદ્ધ દેરા બંધાવ્યા. Ly, રાજગૃહીમાં બે ધનાઢ્ય વસે. (૧) શાલીભદ્ર, (૨) મમ્મણશેઠ, શાલીભદ્ર
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy