________________
૧૩૪
જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ; જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી.
મનને પાંચ ગતિનો પ્રવાસી કહ્યો છે. એ જીવને સુખ-દુઃખ આપવા, દેવમનુષ્ય-તિર્યંચ-નરકગતિ ઉપરાંત મોક્ષ-મુક્તિમાં પણ લઈ જવા અપેક્ષાએ સમર્થ છે. આર્તધ્યાનાદિના સહારે મન એ બધું કરી શકે છે. માત્ર એ કાર્ય આત્મલક્ષી કરે છે કે શરીરલક્ષી એ જોવાનું છે.
પાંચ મહાવ્રત કે બાર વ્રતમાં બીજા મૃષાવાદ વ્રતને સ્થાન આપેલ છે. અસત્ય ન બોલવું આ વ્રતનો ટૂંકો અર્થ છે. મનથી એ સ્વીકારવામાં આવે તો ઘણાં સંસારના, ધર્મના પ્રશ્નો ઉકેલાઈ જાય. વંદીત્તા સૂત્રમાં આ વ્રતના પાંચ અતિચાર ૧. સહસા (સ્વાભાવિક), ૨. રહસ્સ (ગુપ્તવાતો), ૩. દારે (સ્ત્રીના વચન બીજાને કહેવા), ૪. મોસુવએસ (ઉપદેશ-સલાહ), ૫. કુડલેહેઅ (જૂઠા લેખ, દસ્તાવેજ) વગેરે અતિચારનો સ્વીકાર આ જીવ અશુદ્ધ મન દ્વારા કરે છે. મન દ્વારા આ રીતે બાર વ્રત, અઢાર પાપ સ્થાનક વગેરેની અનિચ્છનીય ક્રિયા-પ્રવૃત્તિથી થાય છે. માટે સુજ્ઞ જીવોએ આત્મહિત માટે પણ તેનાથી દૂર રહેવું હિતાવહ છે.
કલાકાર પછી એ ચિત્રકાર હોય કે પ્રવચનકાર હોય. ચિત્ર દ્વારા જોનારને વૈરાગ્યના વિચાર બક્ષી શકે છે ને રંગરાગ કે મોજમજામાં એ ખેંચી શકે છે. ચક્ષુએ મનને સારા વિચા૨ ક૨વા કહ્યું તો ચિત્ર સફળ થયું ને ખોટા વિચાર કરવા કામે ચઢાવ્યું તો પતન થયું. માટે જ મનને ઉત્તમોત્તમ આલંબનમાં રોકી રાખો.
સામાયિકની ક્રિયામાં મન તન્મય થઈ ગયું તો સમયનો પણ તેને ખ્યાલ ન રહે. બે ઘડી ક્યાં પૂર્ણ થઈ જાય એ સમજ ન પડે. અન્યથા મન પરાણે સામાયિક કરતું હોય. જીવ અનિચ્છાએ મનને પકડી બેઠું હોય તો ઉડતું પક્ષી આકાશમાં ઉડવા ઝંખે, પાંજરામાં પૂરાયેલ પક્ષી મુક્ત થવા તરફડે તેમ જીવ સામાયિકમાંથી છૂટા થવા ઝંખે.