________________
૧૩૩
૧૩. દેશવિરતિ મન ૧૪. સર્વવિરતિ મન ૧૫. મમત્વમય મન ૧૬. સમત્વમય મન ૧૭. રાગજિત મન ૧૮. વેરાગ્યવાસિત મન ૧૯. પંચાતીયું મન ૨૦. સ્વાધ્યાયપ્રેમી મન ૨૧. નકારાત્મક મન ૨૨. હકારાત્મક મન ૨૩. સંકુચિત્ત મન ૨૪. સુવિશાળ મન ૨૫. ચિંતાગ્રસ્ત મન ૨૬. સમાધિમય મન ૨૭. વિકલ્પવ્યથિત મન ૨૮. તત્ત્વગ્રાહી મન ૨૯. જાગૃત મન ૩૦. મૂઢ મન ૩૧. ચિંતક મન ૩૨. વાસનાગ્રસ્ત મન ૩૩. પવિત્ર મન ૩૪. આસક્ત મન ૩૫. અનાસક્ત મન ૩૬. અસ્વસ્થ મન
ચિંતકે દર્શાવેલા મનના પ્રકારોને વ્યવસ્થિત સમજવા કેટલાકની વ્યાખ્યા જાણીશું તો બીજા બધા પ્રકારોની પાછળ છૂપાયેલ વ્યાખ્યા સમજાઈ જશે. ૧. સંકલિષ્ટ મનઃ ૧૮ પાપ સ્થાનક તરફ કારણે યા વિના કારણે આકર્ષિત
થવું. મનને એ વ્યાપારમાં રોકવું. પ્રમાદી મન : વિના કારણે સારા વિચારોથી નિવૃત્તિ લેવી એટલે મનને પ્રમાદી–આળસુ બનાવવું. મોહવાસિત મનઃ મોહનીય કર્મના જોરે નશ્વર વસ્તુ પ્રત્યે આકર્ષિત થઈ
સમયને વેડફી દેવો. ૪. પરદોષ મનઃ સંસારમાં મનગમતી વ્યક્તિ ન મળી તેથી પોતે કોઈને ગમે
તેવું કરવું નહિં. (બીજાના દોષ જોવા) અવિરતિ પાપ મન : ધર્મના બંધનો, નિયમો, વ્રત-પચ્ચખાણ પ્રત્યે અરૂચિ અને સ્વચ્છંદી જીવન પ્રત્યે રૂચિ. વિકલ્પ વ્યથિત મનઃ કલ્યાણકારી પ્રવૃત્તિથી શું પુણ્ય થશે? અકલ્યાણની
પ્રવૃત્તિથી શું પાપ થશે? એવા વિકલ્પો-શંકાવાળું મન. ૭. સંકુચિત મનઃ પોતાને સુખ મળે નહિ ને બીજાનું જોવાય નહિ એવા ટૂંકા
વિચારવાનું મન.
ચિંતકના વિચારો ઘણાં ઉંડા જેવા લાગ્યા. આટલા વિભાગ ઉપરાંત ટૂંકમાં એને ઉપયોગમુક્ત મન, શૂન્ય મન, બાહ્ય મન, અંતર્મુખી મન, વૈભાવિક મન, સ્વાભાવિક મન, ચલ મન, સ્થિર મન વગેરે તેના વિભાગોની શક્યતા માની આટલું બધું કેવી રીતે વિચાર્યું? તો તે માટે કવિએ કહ્યું કે –