________________
૩૭
એક રાજાએ નગરીમાં ચોકી કરતા ચાંડાલ પુત્ર દ્વારા ઉપરનો શ્લોક સાંભળ્યો. તત્ત્વ, ચિંતન કરતાં તેનો અર્થબોધ ન મળ્યો. તેથી એનો વિસ્તૃત અર્થ ચાંડાલ પુત્ર દ્વારા જાણી વૈરાગ્યવાન થયો. જીવન ધન્ય કરવા જાગી ગયો એટલું જ નહિ, સંયમના પંથે પણ ચાલી નિકળ્યો.
પ્રમાદી માનવી કર્મ બાંધવામાં અપ્રમત્ત રહે પણ જ્યાં ધર્મ કરવો છે, આત્મકલ્યાણ કરવું છે, ત્યાં જ પ્રમાદ કરે, વેઠ ઉત્તારે, ઉપેક્ષા કરે, ફળસ્વરૂપ એ વિનયવાનને બદલે અવિનીત થાય. આવા અવિનીત શિષ્ય, શ્રાવક-શ્રાવિકાના સ્વભાવ ઉત્તરાધ્યયન સૂત્રમાં નીચે મુજબ કહ્યા :
૧. વીતરાગની આજ્ઞા ન માને. ૨. અંદરથી શત્રુતા-અણગમો કેળવે. ૩. અજ્ઞાનીની સોબત કરે. ૪. ગુરૂ-વડીલથી દૂર દૂર રહેવા પ્રયત્ન કરે. ૫. હિત શીક્ષા આપનાર ઉપર ક્રોધ કરે. ૬. મીઠા કલ્યાણકારી વચન પણ અપ્રિય લાગે.
પ્રમાદી જીવમાં અનેકાનેક દુર્ગણોનો ક્રમશઃ વાસ થાય તેમ અનુભવવામાં આવે છે. જેમ કે મદ્યનું સેવન કરવાથી કાયા નિસ્તેજ બને. વિષયોને ભોગવવાથી કાયાની શક્તિ હીન થાય, વિકથા કરવાથી વિના કારણે સમય વેડફાય, જરૂરીયાત કરતાં વધારે નિદ્રા લેવાથી સ્કૂર્તિ-પ્રસન્નતા-ઉત્સાહ ઓસરી જાય અને કષાય કરનારથી મન અસ્થિર બને, વચન નિરર્થક બને ને કાયા ચૈતન્ય વિહીન શીથીલ બને. તેથી ભારપૂર્વક પ્રમાદરૂપી શત્રુને દૂરથી જ દંડવત પ્રણામ કરો.
જઈ ચઉદસ પૂવધરો, વસઈ નિગોએ સુડર્ણતયં કાલ,
નિદ્રાપમાયવસગો, તા હોલિસિ કહે તુમ જીવ ? ભાવાર્થ ઃ સંબોધ સત્તરી ગ્રંથમાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયે પ્રમાદાદિના કારણે જો ચૌદ પૂર્વધર એવા મહાજ્ઞાની મહાત્માઓ નિગોદમાં જવાની પરિસ્થિતિમાં મૂકાઈ જાય તો આપણાં જેવા પામર આત્માનું શું થશે ? (ચોદ પૂર્વધર ભાનુદત્તમુનિ નિગોદમાં ગયા હતાં.)
આચારાંગ સૂત્રમાં પંડિત, પ્રાશનો પરિચય આપતાં કહ્યું છે, પણ જાણઈ પંડિએ” ક્ષણને જાણે વિચારે સમજે એ પંડિત. આનો અર્થ એ જ કે, વર્તમાન