________________
૩૬
દર્શનાચારના ભેદમાં નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા અને થિણદ્ધિ એવા નિદ્રાના પાંચ ભેદ કહ્યા છે. માનવી શારીરિક શ્રમના કા૨ણે ૫/ ૬ કલાક નિદ્રા કર્મના ઉદયે લે છે. લેવી પડે, પણ પ્રમાણથી વધુ અથવા બેઠાબેઠા, ચાલતાં-ચાલતાં, (ગાડાને જોડેલા બળદો સવારે ચાલે પણ ખરા ને ઉંઘે પણ ખરા) અને ઢંઢોળીએ ત્યારે માંડ જાગે તેવા નિદ્રાધીન જીવોને પ્રમાદી કહેવાય. એ દર્શનાવરણીય કર્મનો ઉદય કહેવાય.
તીર્થંકર પરમાત્મા મહાવીરસ્વામીનો નિદ્રા-પ્રમાદનો કાળ ૧૨ ।। વર્ષમાં માત્ર બે ઘડી વર્ણવ્યો છે, અને તેથી જ એ આત્મા જલદી ઘાતીકર્મ ખપાવી કેવળજ્ઞાનને પામી મોક્ષે સિધાવ્યા.
બાવન લાખ યોનીમાં જન્મતા પૃથ્વીકાયાદિ સ્થાવર જીવો એક જ જગ્યાએ રહેતા હોવાથી પ્રમાદી કહેવાય, બાકીના બત્રીસ લાખ યોનીમાં જન્મનારા (બેઈન્દ્રિય થી પંચેન્દ્રિય) જીવો ત્રસ હોવાથી ત્રાસ (દુઃખ) સહન ન કરવાથી એકથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે.
ભગવાન મહાવીર સ્વામીએ અપાપાપુરીમાં ઈન્દ્રભૂતિ આદિ પંડિતોની શંકાનું સમાધાન કરી સંયમી બનાવ્યા, ત્યારબાદ ગૌતમસ્વામી (ઈન્દ્રભૂતિ) અપ્રમત્ત હોવા છતાંય પ્રભુવીરે ‘સમયં ગોયમ મા પમા એ' કહી જાગ્રત રહેવાઅપ્રમત્ત થવા પ્રેરણા આપી. ફળસ્વરૂપ વિનયવંતા એ ગણધર ભગવાન જમીન ઉપર પલાંઠીવાળી બેઠા પણ નહી. ઉભડક પગે બેસી અપ્રમત્તતાને જીવનમાં ઉતારી. આ કારણે બીજા જીવો પણ અપ્રમત્ત થવા પ્રયત્નશીલ થયા.
ગામડામાં, શહેરોમાં રાત્રીના સમયે ચોકીદાર રાઉન્ડ મારી મોટેથી ‘જાગતા રહેજો’ એવો આવાજ કરે. પ્રશ્ન એ છે કે ઉંઘતા માણસને આવો સંદેશ એ કેમ આપે છે ? તો પછી ચોકી ક૨વા માટે તેને રાખવાનો ફાયદો શું ? ચિંતકો કહે છે કે ચોકીદાર આ રીતે નગરવાસીઓને પ્રમાદ કરતાં અટકાવે છે. સમય અમૂલ્ય છે, ગુમાવતાં નહિ, જીવનમાં આવી તક ફરી મળવાની નથી. એવી શીખામણ આપે છે.
જન્મ દુઃખ, જરા દુખ, જાયા(મૃત્યુ) દુઃખં, પુનઃ પુનઃ અંતકાલો મહાદુ:ખ, તસ્માત્ જાગૃહિ જાગૃહિ ।।
ભાવાર્થ : જન્મ દુ:ખ, વૃદ્ધાવસ્થા દુઃખ, પત્નિ દુઃખ અને મરણ પણ દુઃખ છે માટે જાગતા રહો, જાગતા રહો.