________________
૬૧
રાજા ઘણો ચિંતીત છે. એક દિવસ રાજાના મિત્રે દેવતાની વાત રાજાને કરી. રાજાની મંજૂરીથી મિત્રે દેવતાને યાદ કરી પુત્રીના મુંગાપણાને દૂર કરવા માટે વિનંતી કરી. દેવતાએ પાંચ મિનીટ પછી ઉપચાર કર્યો ને કન્યા બોલતી થઈ. રાજાએ દેવને પાંચ મિનીટ વાટ કેમ જોઈ? એવો જિજ્ઞાસા ભાવે પ્રશ્ન કર્યો તો દેવે કહ્યું, હિમાચલ પ્રદેશમાંથી ઔષધી લાવ્યો માટે મોડું થયું. આ રીતે ઔષધીનો મહિમા જાણી રાજા પ્રસન્ન થયો અને દેવનો આભાર માન્યો.
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે એક સ્થળે લખ્યું છે કે, બુદ્ધિના ક્ષયોપક્ષમને સુધારવા જ્ઞાન આરાધનાની જેમ દ્રવ્યરૂપે અકલગરો જેવી ઔષધી ઘણું મહત્વનું કાર્ય કરે છે.
હેમચંદ્રાચાર્ય મહારાજે ૩૫૫ કરોડ શ્લોક રચ્યા. ૫૦૦ લહીયાઓ તાડપત્રમાં એ શ્લોક લખતા હતા. અચાનક તાડપત્રના અભાવમાં લહીયાઓનું લેખનકાર્ય બંધ થયું. આ વાત કુમારપાળ રાજાને ખબર પડી. તરત ઉપકારી ગુરુદેવ પાસે આવી ઉપાય પૂછ્યો. તાડવૃક્ષોના વનમાં જઈ વનદેવતાને પ્રસન્ન કરો. ગુરુના આદેશથી રાજા વનમાં ગયા. અઠ્ઠમ તપ કર્યો. યોગ્ય સામગ્રી અર્પણ કરી સાધના કરી. ફળ સ્વરૂપ વનદેવતા પ્રસન્ન થયા ને અનેક તાડપત્ર પ્રાપ્ત થયા. તરત જ તાડપત્ર ઉપર લખવાનું ચાલુ થયું. આ છે અભિષેક-સાધના-સમર્પણનું ફળ.
તીર્થંક૨ પરમાત્માના જન્મ કલ્યાણક વખતે મેરુશિખર ઉપર હજારો કળશાથી જે અભિષેક થાય છે. તે માટે જળ-ગજપદ દંડ, ગંગા, ક્ષીરોદધિ, તીર્થજળ, માગધ વરદામ આદિના જળ દેવતાઓ લાવે છે. જે ૮ પ્રકારના કળશામાં આઠ-આઠ હજાર કળશા ભરી ૬૪ ઈન્દ્રાદિ દેવો ૨૫૦ (૧,૬૦,૦૦,૦૦૦) અભિષેક ઉલ્લાસપૂર્વક કરે છે. તે વખતનું દ્રશ્ય તો ભાગ્યવાન દેવો જ જોઈ શકે. આપણા જેવા અલ્પ ભાગ્યવાન સ્નાત્રપૂજા આદિમાં વાંચી અનુમોદના કરી શકે. એ અભિષેકનું વર્ણન પુણ્ય બાંધી શકે. આ ઉત્તમ પ્રકારના જળમાં ગંધોષધિ આદિ મિશ્રીત થાય છે. તેના કારણે ઈતિ ઉપદ્રવો ઉપશાંત થાય છે.
ત્રેસઠ શલાકા પુરુષના ચરિત્રોમાં સોળમાં શ્રી શાંતિનાથ ભ.ની માતા અચિરાદેવીનું સ્નાન જળ નગરીમાં છાંટવાથી મારી રોગ દૂર થયાની વાત આવે છે. આજે પણ બૃહત્ શાંતિસ્નાત્રના વિધાનમાં સંધ્યા સમયે ૧૦૮ અભિષેકના ન્હવણ જળની ગામ ફરતી ધારાવણી કરવામાં આવે છે. તેથી દેશ-નગરગામ-સંઘ શાંતિનો અનુભવ કરે છે. એજ રીતે યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણે શંખેશ્વર