________________
ભગવાન પાર્શ્વનાથ ઉપર હાથીએ અભિષેક કરી ઉત્તમ ભક્તિ કરેલ. ફળ સ્વરૂપ એ સ્થળે કલિકુંડ નામના તીર્થની સ્થાપના થઈ.
સૂરિપદના અધિકારી પૂજ્યને વડીલ આચાર્ય ભગવંત સર્વપ્રથમ મંત્રાભિષેક દ્વારા આચાર્યપદે આરૂઢ કરે પછી નૂતન આચાર્યશ્રી પણ ઉપકારી ગુરુવર્યે આપેલા પદની શોભા વધારવા તપ-જપ-જ્ઞાનમાં ઉત્તરોત્તર આગળ વધી જિનશાસનની શોભા, શાસન પ્રભાવના કરવા પ્રયત્ન કરે.
- આચાર્ય સૂરીશ્વરને શાસ્ત્રોમાં આઠ પ્રકારની સંપત્તિવાળા વર્ણવાયા છે અને તેના કારણે તેઓ તીર્થકર સમા આચાર્ય કહેવાય છે અને સ્વ-પરનો ઉદ્ધાર કરવા સમર્થ બને છે.
આઠ સંપત્તિ : ૧. આચાર સંપત્તિ, ૨. શ્રુત સંપત્તિ, ૩. શરીર સંપત્તિ, ૪. વચન સંપત્તિ, ૫. વાચના સંપત્તિ, ૬. મતિ સંપત્તિ, ૭. સંગ્રહ પરિજ્ઞાસંપત્તિ, ૮. પ્રયોગ સંપત્તિ. (ઠાણાંગ)
અભિષેકમાં વપરાતા ઉપકરણ (દ્રવ્ય)નો થોડો વિચાર કરી લઈએ.
સર્વપ્રથમ ઔષધી ઘણી મહિમાવંત હોય છે. જંગલોમાંથી શુભ દિવસે શુભ નક્ષત્રે શુભ ભાવથી એ ગ્રહણ કરાય છે. યોગ્ય સ્થળે તેને સૂકવવાની, છૂટી પાડવાની, પાવડર બનાવવા માટે ખાંડવાની ને ચાળવાની પ્રવૃત્તિ કરાય છે. તેથી એ ઔષધી સુગંધમય ચૂર્ણ બને છે. જ્યારે તેને પલાડી અભિષેકના જળ સાથે મિશ્રીત કરી પ્રભુના અભિષેકમાં વપરાય છે, ત્યારે ચોતરફ સુગંધીત-સુવાસીત વાતાવરણ થાય છે.
ઔષધી મિશ્રીત જળના અરિહંત પરમાત્માના બિંબ પર અભિષેક કરવાથી મૂર્તિનું તેજ વધે છે, શક્તિ પ્રગટે છે, દર્શન આનંદ આપે છે. આ વાત અતિશયોક્તિભરી નથી, અનુભવગમ્ય છે.
ઔષધી અને ફૂલ ઋતુના આધારે જંગલોમાં થાય છે, મેળવાય છે અને વાપરવામાં આવે છે. છ ઋતુમાં નામ ને ઉત્પન્ન થતા ફૂલ નીચે મુજબ છે. વર્ષાઋતુ - પારીજાત
શિશીરઋતુ - જાઈ-જુઈ શરદઋતુ - કુન્દ (બુચ) વસંતઋતુ - કેસુડો હેમંતઋતુ - બોરસલી (બકુલ) ગ્રીષ્મઋતુ - શિરીષ (સરસડો) કુમારપાળ પ્રતિબંધમાં એક પ્રસંગ આવે છે. રાજાની પુત્રી મુંગી છે. તેથી