SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ લગ્ન, મૃત્યુ જેવા અનેક પ્રસંગે સચિત્ત જળથી અભિષેક કરાય છે. કોઈ કોઈ સ્થળે પીઠી ચોળવા તેલ મર્દન અથવા લગ્ન યા દીવાળીના દિવસોમાં શરીર ઉપર વિલેપન કરી શરીર શુદ્ધિ જેવી ક્રિયા થાય છે. ગમે તે કહો પણ જેમ રોજ સ્નાન દ્વારા શ્રમને દૂ૨ ક૨વાની શરીરને શુદ્ધ કરવાની પ્રવૃત્તિ થાય છે. તેનું વિશાળ સ્વરૂપ ભારતીય સંસ્કૃતિમાં અનેક રીતે વર્ણવાયું છે. રાજ્યાભિષેક અથવા સૂરિપદારોપણ વખતે જે મંત્રોચ્ચારાદિ વિધિ થાય છે તેના ફળ રૂપે જીવનના વિચારો-આચારો અને જવાબદારીનું આમૂલ પરિવર્તન થાય છે. સાવચેતીપૂર્વક રાજ્યની-સંઘની-શાસનની શોભા વધારવા માટે પ્રયત્ન કરવાનું તેમાં માર્મિક સૂચન કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં એક ચારણે રાજાની રાજ્યસભામાં સારા શબ્દોમાં પ્રસંશા કરતાં કહ્યું, હે રાજરાજેશ્વર! આપણામાં રહેલા સદ્ગુણોનું કીર્તન જો થોડા જ શબ્દમાં કહેવું હોય તો આપનામાં બે ઉત્તમમાં ઉત્તમ ગુણ છે. બાકી ૯૮ દુર્ગુણ છે. છતાં આપનો સર્વત્ર જયજયકાર બોલાય છે. આપ યશનામકર્મી છો. રાજા આ વાત સાંભળી થોડા નારાજ થયા. કારણ બે સારા અને ૯૮ ખરાબ એ ગણિત તેઓને ન ગમ્યું. તેથી તરત બુદ્ધિશાળી મંત્રીએ બીજે દિવસે ચારણને ફરી પ્રસંશાના પુષ્પ વે૨વા અને વાત પૂરી કરવા માટે કહ્યું. ચારણે બીજા દિવસે સમયસર આવી મંત્રીની આજ્ઞા મુજબ વાત શરૂ કરી અને પછી આગળની વાત કરતાં બોલ્યો કે, હે રાજન ! તમારી ચોતરફ બીજા જે રાજાઓ છે તે ભલે ૯૮ સદ્ગુણવાળા હોય પણ બે દુર્ગુણના કારણે તેઓની સમાજ-દેશમાં કાંઈ કિંમત નથી. તમારા બે સદ્ગુણ એટલે આપે કોઈને છાતી અને પીઠ બતાડી નથી એટલું આપનામાં બાહુબળ અને સચારિત્ર છે. ચારણની વાત રાજસભાએ હર્ષથી વધાવી લીધી. મુખ્યવાત એજ કે, અભિષેક પછી વ્યક્તિમાં યોગ્યતા વધે છે. પ્રભાવ અને માનપાન વધે છે. તેથી સદ્ગુણી રાજા હોવાથી પ્રજાની સુખ-શાંતિમાં વૃદ્ધિ થાય છે. જ્યારે રાજાનું અવસાન થાય, રાજગાદી ખાલી થાય, રાજાને ઉત્તરાધિકારી પુત્ર ન હોય તે વખતે ખાસ મંત્રીઓ પંચદિવ્ય પ્રગટ કરે. તેમાં ખાસ લક્ષણવંત હાથી સહિત પંચદિવ્ય નગરીમાં ફરે, નગરીની બહા૨ પણ ફરે અને હાથી જે ભાગ્યવાનના મસ્તક ઉપર અભિષેક કરે તે રાજગાદીનો સ્વામી થાય. ટૂંકમાં તિર્યંચ (હાથી) જીવ પણ પોતાની ગંધાદિ જાણવાની શક્તિથી રાજ્યના ઉત્તરાધિકારી ઉપર અભિષેક કરે.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy