SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ પાર્શ્વનાથ ભ.ના નમનજળ દ્વારા જરાસંઘની જરાવિદ્યાને દૂર કરી. સૈન્યને જાગ્રત કરેલ. તીર્થકર ભ.ની ૮૪ આશાતનામાંથી કોઈ પણ જીવે જાણે-અજાણે થોડી ઘણી પણ આશાતના કરી હોય તો તે માટે પ્રાયઃ દર વર્ષે ૧૮ અભિષેકનું વિધાન જિનમંદિરમાં કરવામાં આવે છે. તે અવસરે નીચેની ઔષધીઓનો ઉપયોગ ખાસ કરાય છે. ઔષધી-અધેડો, કોળ, જાવંત્રી, કપૂરકાચલી, કસ્તુરી, બરાસ, છાડછડીલો, કપૂર, કેસર, લાલચંદન, લવીંગ, નાગકેસર, સહદેવી, ઈલાયચી, ઘઉલા, શતાવરી, તગર, તમાલપત્ર વંશલોચન, શંખાવલી, અંબર, મલયગેરૂ, પંચરત્ન વિ. ૨૪ જાતની ઔષધી વાપરવામાં આવે છે. તે સ્વભાવ, સ્વરૂપ, પ્રભાવાદિને અનુકૂળ નક્ષત્રમાં જ પ્રાપ્ત કરાય છે, કરવી જોઈએ. વૈદ્યો જેમ ૬૪ પહોરી પિપર તૈયાર કરી પ્રમાણસર દર્દીને આપે છે અને તેના કારણે બીમાર સ્વસ્થ થાય છે. તેમ આ ઔષધીના હવણજળ શુદ્ધિકરણનું ચમત્કારીક કાર્ય કરે છે. ચા-લવિંગ-એલચી ઠંડા પ્રદેશમાં થાય પણ તેનો સ્વભાવ ગરમ છે. કલિંગર ગરમ રેતીમાં થાય પણ તેનો સ્વભાવ ઠંડો છે. તેમ આ બધી ઔષધી પરિણામે લાભદાઈ બને છે. કોઈપણ દેશી-વિલાયતી ઔષધીનું મૂળ આવા જ દ્રવ્યમાં છૂપાયું છે. મંગલમૂત્તિકાના ચોથા અભિષેક વખતે હળવે હાથે પ્રભુના શરીર ઉપર વિલેપન કરવામાં આવે છે. થોડા સમય સુધી આ મર્દન કરેલું વિલેપન રાખવાથી જેમ ઓપ કરવાથી મૂર્તિ દર્શનીય બને તેમ મંગલમૃત્તિકાના કારણે એ મૂર્તિ તેજસ્વી બને છે. આજે પણ ઘણા નેચરોપેથી ઈલાજ કરનારા વૈદ્યો માટીના લેપ ગરમી ઓછી કરવા મસ્તક ઉપર, પેટમાં અથવા પગના તળીયે ૨/૪ કલાક માટે લગાડે છે. જ્યારે સ્ટીમ-ગરમ બાફ દ્વારા શરીરને સ્કૂર્તિવાન કરે છે. વનસ્પતિના રસ, ઉકાળા દ્વારા શરીરની શુદ્ધિ-તંદુરસ્તી કરાય છે. ઉદા. મરકીના ઉપદ્રવને દૂર કરવા પૂ. ભદ્રબાહુ મહારાજે સંઘની વિનંતી અને ઉપકારની ભાવનાથી ઉસ્સગ્ગહર સ્તોત્રની (૨૧/૨૭ ગાથા) રચના કરી તેના દ્વારા મંત્રિત જળનો છંટકાવ કરી ઉપદ્રવને દૂર કર્યો હતો.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy