________________
૨૧
એમ પાંચનું આગમન થયું હોય તો એથી કર્મ હળવા-ઢીલા બંધાય છે અથવા ચિકણા કર્મબંધથી બચી પણ જવાય છે.
બાંધેલા કર્મનો બંધ અને ઉદયની સાથે ઉદીરણા ને સત્તાનો વિચાર પણ કરવો જરૂરી છે. એટલે એનો સરળ અર્થ એ કે બાંધેલું કર્મ તરત ઉદયમાં ન આવે એ ફીક્સ ડીપોઝીટની જેમ સત્તામાં પડ્યું રહે અને જ્યારે ઉદયકાળ આવે ત્યારે ઉદયમાં આવે. એ વચગાળાના સમયને અબાધાકાળ કહેવાય અને એ અબાધાકાળ દરમિયાન જો પુરુષાર્થી ધર્મી જીવે સત્તામાં રહેલાં કર્મોની ઉદીરણા (નિમંત્રણ) કરી તપ-જપાદિ દ્વારા ભોગવવા યા ક્ષય કરવા પ્રયત્ન કરવો જોઈએ. એ માટે શાસ્ત્રોમાં વિપાકોદય (ભોગવે અને સાથોસાથ બાંધે) તથા પ્રદેશોદય (સ્વાભાવિક ભોગવી લે પણ નવા ન બાંધે) ના વિચારો દર્શાવ્યા છે.
આઠ કર્મના પ્રબળ ઉદયે આત્માના અનંત ગુણો ઢંકાઈ ગયા છે. તેને શુદ્ધ-નિર્મળ કરવા કર્મના પડલને હટાવવા માટે જ ધર્મનું શરણું જીવાત્માએ લેવું પડશે. તો જ એ આત્મા કાળક્રમે કર્મરહિત થઈ શાશ્વત સુખનો સ્વામી થશે.
આનંદની ખાતર આ કર્મોનું પણ રાજકારણ છે. તે કલ્પના બુદ્ધિથી થોડું નીચે મુજબ જાણી-સમજી લઈએ.
રાજા : મોહનીયકર્મ, બાહામંત્રી દર્શનાવરણીય, મોહનીય કર્મ, અંતરાય કર્મ, અત્યંતર મંત્રી : વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ, પર્ષદાઃ મેમ્બર૧૫૮ (ભદ) ખાતાં : ૪ ગતિ, પ્રાન્તઃ પાંચ ઈન્દ્રિય, જિલ્લા ઃ કાયા, સજાઃ ઓછામાં ઓછી ૩૩ સાગરોપમ અને વધુમાં વધુ ૭૦ કોડાકોડી સાગરોપમની ભોગવવી પડે. આટલી દીર્ઘ સજાને સમકિતના કારણે પાપના સ્વીકારથી ક્ષમા ભાવથી જલદી ભોગવી શકાય છે. અન્યથા આ જીવને અનંત સંસારનું પરિભ્રમણ છે જ. કર્મને ઢાંકી રાખનાર ઘાતકર્મ અને કર્મ ખપાવી મોક્ષ સુધી વળાવનાર અઘાતી કર્મ.
વ્યવહારમાં ફટકડી પાણીને શુદ્ધ કરે છે. લીંબુ ધાતુને શુદ્ધ કરે છે. એરંડીયુ (દીવેલ) શરીરને શુદ્ધ કરે છે. તેજાબ સોનાને શુદ્ધ કરે છે, તેમ ધર્મ આત્માને લાગેલા કર્મ વર્ગણાના પુદ્ગલોને દૂર કરે છે, શુદ્ધ નિર્મળ બનાવે છે. તેથી કર્મની કથા થોડી વ્યવસ્થિત રીતે તમારી પાસે મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.
માટીથી આચ્છાદિત થયેલું તુંબડું જેમાં માટીના કારણે પાણીના તળિયે બેસી જાય છે. પછી ક્રમશઃ માટીનો સંગ પાણીના સહવાસથી જેમ જેમ દૂર થાય તેમ