________________
તેમ ધીરે ધીરે તુંબડુ પાણીની ઉપર આવવા પ્રયત્ન કરે છે. કાળક્રમે પોતાના સ્વાભાવિક ગુણ અનુસાર તુંબડું માટીથી મુક્ત થઈ પાણીની ઉપર તરવા લાગે છે.
કમળ કાદવમાં જન્મે છતાં પાણી ઉપર તરે તેમ અનાદિકાળનો આત્મા સંસાર સાગરમાંથી ધર્મ પુરુષાર્થથી કર્મક્ષયના કારણે સ્વસ્થાને ઉર્ધ્વગતિમાં, મોંક્ષમાં પહોંચવા સમર્થ બને.
ટૂંકમાં (૧) આત્મા છે, (૨) તે નિત્ય છે, (૩) તે કર્મનો કર્તા છે, (૪) તે કર્મફળનો ભોક્તા છે, (૫) મોક્ષ છે અને (૬) તેનો ઉપાય પણ છે. આ છે વાતો બરાબર મનમાં વસાવવી જોઈએ.
શાશ્વત આત્માનો ઉપરની છ વાતોથી પરિચય થઈ જાય તો તેને સ્વસ્થાને પહોંચાડવા માટે “ધારયતિ ઈતિ ધર્મ એ વ્યાખ્યા અનુસાર દુર્ગતિમાં પડતાને બચાવે, તારે, ઉદ્ધાર કરે તે ધર્મ, એમ સ્વીકારવું પડે. આખો દિવસ, મહિનો કે જીવન સુધી વિવેકી આત્મા આર્તધ્યાન ન કરતાં ધર્મધ્યાન, શુક્લધ્યાન કરતો થાય તો તેનો ઉદ્ધાર જલદી થાય.
પ્રશ્ન એક સ્વાભાવિક ઊભો થાય કે શું ધર્મની ક્રિયા-પ્રવૃત્તિ કરતાં કર્મ ન બંધાય? શાસ્ત્રમાં આ પ્રશ્નનો જવાબ ટૂંકમાં દશવૈકાલિક ગ્રંથમાં સચોટ રીતે આપ્યો છે. શ્લોક :
જય ચરે, જયં ચિહે, જય આસે. જયં સએ I. જય ભુંજતો ભાસંતો, પાવ કર્મ ન બંધઈ ૪-૮
સારાંશ એજ કે જો આત્મા જયણાપૂર્વક ક્રિયા-પ્રવૃત્તિ ધર્મ કરે તો તેને કર્મનો બંધ ઓછો લાગે, તેની સામે જે મિથ્યાત્વી વિચારવાળો જીવ હોય તેનું જીવન દયાજનક હોય છે. સંસારમાં એ અઢારે પાપસ્થાનકનું સેવન કરતા પાછું વાળીને જોતો નથી. તેથી અશુભ પ્રવૃત્તિ એ દુર્ગુણ છે તેના કારણે જન્મ મરણભવભ્રમણ ઓછા થવાને બદલે વધે છે.
ઘાતી કર્મની જેમ અઘાતી કર્મ જીવાત્માનો સંસાર વધારતા નથી. પૂર્વભવે જેવા કર્મ બાંધ્યા હોય તે પ્રમાણે શરીરની સાથે સુખ-દુઃખ આયુષ્ય, શરીરની રચના, અને જન્મનું ફળ બીજા ભવમાં આ જીવને મળે છે. જ્યારે આત્મા મોક્ષે જાય છે ત્યારે કર્મનું અસ્તિત્ત્વ ન હોવાથી બીજા ભવ માટે કોઈ નિર્ણય કરવો પડતો નથી.
૧૮ પાપસ્થાનકનો ટૂંકો પરિચય વાચકને નીચે આપેલ કોઠા ઉપરથી થશે.