________________
૮૩
આજના માનવીની બુદ્ધિ કેટલી? સ્વાર્થ જયાં ઘવાતો હોય, ઈગો જ્યાં ભૂંસાતો હોય, મન માન્યું કરવા જ્યાં મળતું ન હોય ત્યાં સ્વાર્થના ઓઠાં નીચે અશ્રદ્ધા જન્મે છે. આજના યુવાન યુવતીઓ જુગ જૂના રીત રીવાજો, વિચારો, માન્યતાઓ માનવા તૈયાર નથી, તેમના મગજમાં આ વાતો બેસતી નથી. એ બધી કપોલકલ્પિત વાતો છે. એમ કહી પોતાની સ્વતંત્રતા, સ્વચ્છંદતાને પોષે છે. હકીકતમાં સ્વતંત્રતા એ જ પરતંત્રતા છે. જે આજે આપણે અપ્રગટ અનુભવીએ છીએ.
શ્રદ્ધાનું સ્થાન શોધવા માટે ચિંતકે જ્ઞાની પુરુષને ચાર પ્રશ્ન પૂછ્યા : ૧. કર્થ ઉત્પાદ્યતે ધર્મઃ ? જ. શ્રદ્ધનોત્મદ્યતે ધર્મ ૨. કર્થ ધર્મો વિવધતે ? જ. દયા દાનેન વધત ૩. કથં ચ સ્થાપ્યતે ધર્મઃ ? જ. ક્ષયાત્રા સ્થાપ્યતે ધર્મો ૪. કર્થ ધર્મો વિનશ્યતિ ? જ. લોભાદ્ધર્મો વિનશ્યતિ.
પ્રશ્ન-ઉત્તર ઘણાં વિચારણીય છે. તેમાં શ્રદ્ધાને કાળી જમીનનું સ્થાન આપ્યું. જ્યારે લોભને ધર્મની વિનાશક વિચારધારા કહી.
જે જે મહાપુરુષો આગમગ્રંથો, આધ્યાત્મિક વાતોના સહારે મોક્ષ-મુક્તિને પામ્યા છે તે શ્રદ્ધાના દીવડે તરી ગયા છે. એ કારણે તીર્થંકર પરમાત્માને મહાસાર્થવાહ' કહ્યા છે. એ પરમોપકારી પ્રભુએ મોક્ષમાર્ગ બતાવ્યો છે. પોતે કર્મોને ખપાવી મોક્ષ-મુક્તિ પ્રાપ્ત કરી છે અને બીજા ભવી જીવોને મોક્ષે જવા, એ માર્ગ બતાવવા સાર્થવાહ જેવું ઉપકારક કાર્ય પણ કર્યું છે. પોતે તરે છે અને બીજાને તારે છે. (તિસાણ તારયા)
વ્યવહારમાં જે બીજાનું હિત કરે, બીજાની ચિંતા કરે, કરૂણા, દયાથી ભલું કરવા ઉદ્યમ કરે, તેમના હૃદયમાં શ્રદ્ધાનો પાયો મજબૂત સમજવો-માનવો પડે. એક નીતિવચન છે કે, જે બીજાનું હિત કરે, ભલું ઈચ્છે તે અવાંતર રીતે પોતાનું હિત અનુમોદના દ્વારા કરે છે. આ મૈત્રી ભાવનાનું કર્તવ્ય નીચેના શ્લોકથી પૂરવાર થાય છે.
શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નીરતા ભવતુ ભૂતગણ,
દોષાર પ્રયાસુ નાશમ્ સર્વત્ર સુખી ભવતુ લોકાઃ. અર્થ સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણી સમુદાય પારકાનું હિત કરવામાં તત્પર થાઓ, દોષો વિશેષ નાશ પામો અને સર્વ જીવો સર્વ ઠેકાણે સુખી થાઓ.
કોઈ ડૉક્ટર પાસે, વકીલ પાસે કે એન્જિનીયર પાસે જાઓ ત્યારે સર્વપ્રથમ