________________
૧૭. આંત
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માનું છું.”
“સોહં તથાપિ તવ ભક્તિવશાન મુનીશ,
કસ્તવ વિગત શક્તિરપિ પ્રવૃત” ભાવાર્થ ? શક્તિ વગરનો હોવા છતાં, હે પ્રભુ આપના પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ સ્તવના કરું છું.
ભક્તિ એટલે સેવા, સન્માન, સદ્ભાવના, આદર, અહોભાવ, ખુશામત માટે થતી પ્રવૃત્તિ, ઔચિત્ય વગેરે. એક વાત સાચી છે કે, સામે જેવી વ્યક્તિ હોય તેવી તેની ભક્તિ કરવામાં આવે છે અથવા તો તેવી ભક્તિ કરાય છે.
પૂજ્યની ભક્તિ કરતાં પૂજક પણ ક્રમશઃ પૂજય બને છે.” ભક્તિ કરતાં સામી વ્યક્તિ દ્વારા પ્રસન્નતા, આશીર્વાદ, કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં ભગવાનની ભક્તિ કરો તો ઘર પણ મંદિર બની જાય છે. “ગુણેશું અનુરાગઃ ભક્તિ' ગુણ પ્રત્યેનો અનુરાગ તે ભક્તિ. તે કારણે ભક્તિનો અર્થ આંતર પ્રેમ પણ થાય છે. પૂ. હેમચંદ્રાચાર્ય મહારાજે પ્રાકૃત વ્યાકરણમાં ભક્તિને શ્રદ્ધા કહી છે. તેવી જ રીતે ભજુધાતુને સેવાના અર્થમાં સ્વીકારીશું તો ભક્તિ એટલે સેવા એવો અર્થ પણ થાય.
ભક્તિયોગ અનેક પ્રકારે જોવા મળે છે. લોકપ્રિય ભક્તિના વિવિધ પાત્રો: શ્રવણ ભક્તિ : વીતરાગ પ્રભુના ચરિત્ર, ઉપદેશ આદિ શ્રવણ કરવા. કીર્તન ભક્તિ સાંખ્ય ભક્તિ, આત્મનિવેદન ભક્તિ, સ્વનિંદા, પ્રભુપ્રશંસા, ૧૧૦